Breaking News :
મક્કામાં મસ્જિદમાં કિસના આરોપમાં બે બાંગ્લાદેશીને ફાંસી, ઢાકામાં વિવાદ, પાકિસ્તાનના બે નિકટતમ દેશો વચ્ચે ઝઘડો ઇટાલીમાં પ્રદર્શનો બાદ સરકારનો નિર્ણય, સગીર હિંસા કરશે તો માતા-પિતાએ ચૂકવવું પડશે વળતર, 5 વર્ષની જેલ મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખોંગસાઈની ગોળી મારી હત્યા, ત્રણ બળવાખોરોની અટકાયત, પાંચ જિલ્લામાં બંધનું એલાન સુરતમાં બાઇક પર જતાં 4 મિત્રોનો ગમખ્વાર અકસ્માત, બ્રિજ પરથી 50 ફૂટ નીચે પટકાતા 3ના મોત, એકની હાલત ગંભીર દશેરાએ દિલ્હીમાં રાવણ સાથે 30 ફૂટના 'કોકરોચ'નું દહન! અમેરિકાના કેલિફોર્નિયામાં બોગસ વોટિંગ મામલે બે ભારતીય નાગરિકો સહત 28 ગ્રીન કાર્ડધારકો સામે ફોજદારી કેસ

ઝારખંડમાં JSSC 2022 જુનિયર એન્જિનિયર ભરતી પેપર લીક કેસમાં 6 આરોપીની ધરપકડ

August 12, 2026

ઝારખંડમાં ભરતી પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ બાદ સરકાર એક્શન મોડમાં આવી છે. ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 3 જુલાઈ 2022ના રોજ લેવાયેલી જુનિયર એન્જિનિયર ભરતી પરીક્ષાના પેપર લીક કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે મોટી સફળતા મેળવી છે. દિલ્હી સ્થિત ટેસ્ટિંગ એજન્સી બાયન્સિસ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડના મેનેજર સહિત 6 લોકોની ધરપકડ કરાઈ છે.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં એજન્સીના મેનેજર કૃષ્ણ કુમાર, ભૂતપૂર્વ ઉમેદવારો રણજિત મંડલ, દીપક કુમાર, અભિષેક કુમાર અને દીપક શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓની JSSC 2022 પેપર લીક કેસમાં કથિત સંડોવણીના આરોપસર ધરપકડ કરાઈ છે. આ સમગ્ર પેપર લીક નેટવર્કની તપાસ ચાલી રહી છે અને બધા આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા છે.

આ દરમિયાન એજન્સીના ડિરેક્ટર-કમ-મેનેજર અરુણ કુમાર જે આ કેસમાં ફરાર હતા તેમની પણ મુંબઈમાં ધરપકડ કરાઈ છે અને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા છે. અધિકારીઓ હવે તેમની પૂછપરછ કરી રહ્યા છે જેથી પેપર લીક નેટવર્કની સંપૂર્ણ વિગતો અને તેમાં સામેલ અન્ય લોકોની ભૂમિકા ઉજાગર થઈ શકે.

ઉલ્લેખનીય છે કે આ પરીક્ષા 1279 જગ્યાઓ પર ભરતી માટે લેવાઈ હતી. પરીક્ષા શરૂ થાય તે પૂર્વે જ પ્રશ્નપત્ર અને તેના જવાબો લીક થયા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે પ્રશ્નોના જવાબો કથિત રીતે અગાઉથી ઉપલબ્ધ કરાવી ઉમેદવારોને આપવામાં આવ્યા હતા. આ મામલે વધુ તપાસ ચાલુ છે.