Breaking News :
દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, AQI 233 કેનેડાના સૈન્ય તાલીમ કેન્દ્રમાં ભારે પવનથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ઘાયલોને હેલિકોપ્ટર અને વિમાનથી ખસેડાયા મક્કામાં મસ્જિદમાં કિસના આરોપમાં બે બાંગ્લાદેશીને ફાંસી, ઢાકામાં વિવાદ, પાકિસ્તાનના બે નિકટતમ દેશો વચ્ચે ઝઘડો ઇટાલીમાં પ્રદર્શનો બાદ સરકારનો નિર્ણય, સગીર હિંસા કરશે તો માતા-પિતાએ ચૂકવવું પડશે વળતર, 5 વર્ષની જેલ મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખોંગસાઈની ગોળી મારી હત્યા, ત્રણ બળવાખોરોની અટકાયત, પાંચ જિલ્લામાં બંધનું એલાન સુરતમાં બાઇક પર જતાં 4 મિત્રોનો ગમખ્વાર અકસ્માત, બ્રિજ પરથી 50 ફૂટ નીચે પટકાતા 3ના મોત, એકની હાલત ગંભીર

કાશ્મીરમાં બે મોટા ઓપરેશનમાં 6 આતંકવાદી ઠાર

May 16, 2025

કાશ્મીર : પહલગામ આતંકવાદી હુમલા બાદથી જે સેના દ્વારા એક બાદ એક આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં આજે ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં જાણકારી આપવામાં આવી છે કે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 48 કલાકમાં બે મોટા ઓપરેશન હેઠળ છ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. 


સેનાએ જણાવ્યું છે કે કાશ્મીરના ત્રાલ અને શોપિયાંમાં બે ઓપરેશન ચલાવવામાં આવ્યા. એક ઓપરેશન ગ્રામીણ વિસ્તારમાં હતું જ્યારે બીજું પહાડી વિસ્તારમાં. કુલ છ આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. સેનાએ જણાવ્યું છે કે આ જ રીતે કાશ્મીરમાંથી આતંકવાદીઓનો સફાયો કરવામાં આવશે. સુરક્ષાદળો વચ્ચે સામંજસ્ય ખૂબ સારું રહ્યું જેના કારણે ઓપરેશન સફળ રહ્યું. 
સેનાએ અગાઉ પાકિસ્તાન તથા પીઓકે સ્થિત આતંકવાદીઓના અડ્ડા નષ્ટ કરવા માટે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું અને 100થી વધુ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.