કોટામાં દુર્ગા વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, કોટરી નહેરમાં હોડી પલટતા ચાર લોકો તણાયા, ત્રણને બચાવાયા
October 21, 2026
કોટામાં દુર્ગા વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. રાજસ્થાનના કોટામાં કોટરી નહેરમાં એક હોડી પલટી જતાં ચાર લોકો તણાઈ ગયા છે જ્યારે ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ ગયું છે.
મળતી માહિતી મુજબ મંગળવારે સાંજે દુર્ગા પ્રતિમાના વિસર્જન માટે સાત લોકો નહેરમાં હોડીમાં સવાર હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર હોડી પલટી જતાં તેમાં સવાર લોકો પાણીમાં પડી ગયા હતા. આસપાસના લોકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી અને ત્રણ વ્યક્તિઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા જ્યારે અન્ય ચાર લોકો તણાઈ ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડાઇવર્સ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સિવિલ ડિફેન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ગુમ થયેલા લોકોની શોધખોળ શરૂ કરી હતી. હાલમાં SDRFના 17 જવાનો સહિતની ટીમ રાહત અને બચાવ કામગીરી કરી રહી છે, તેમજ નહેરમાં આવતા પાણીના પ્રવાહને ઘટાડવા માટે પાણીને પણ રોકી દેવામાં આવ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં જ શિક્ષણ મંત્રી મદન દિલાવરે જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જિલ્લા કલેક્ટર અને એસપી પણ બચાવ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
Related Articles
દિવાળીના 3 દિવસમાં 108 એમ્બ્યુલન્સને મળ્યા 18,513 કોલ્સ: રાજ્યમાં 3,785 અકસ્માત, અમદાવાદમાં મારામારીના સૌથી વધુ કેસ
દિવાળીના 3 દિવસમાં 108 એમ્બ્યુલન્સને મળ્...
Nov 12, 2026
ઇસરોનો એનવીએસ-03 સેટેલાઇટ આકાશમાં 36,196 કિ.મી.ની ભ્રમણકક્ષામાં ગોઠવાયો
ઇસરોનો એનવીએસ-03 સેટેલાઇટ આકાશમાં 36,196...
Nov 08, 2026
'ઈમરજન્સી એ મોટી ભૂલ હતી, અહેસાસ થતાં ઈન્દિરાજીએ માફી માંગી હતી : સોનિયા ગાંધી
'ઈમરજન્સી એ મોટી ભૂલ હતી, અહેસાસ થતાં ઈન...
Nov 08, 2026
સિંગાપોરથી ભાણિયાના લગ્ન માટે આવેલા પરમજીતની પાર્કિંગ વિવાદમાં હત્યા
સિંગાપોરથી ભાણિયાના લગ્ન માટે આવેલા પરમજ...
Nov 08, 2026
'40-50 વર્ષે નક્સલવાદ મુક્ત ભારતની પહેલી દિવાળી', બસ્તરમાં મોદીનો દાવો
'40-50 વર્ષે નક્સલવાદ મુક્ત ભારતની પહેલી...
Nov 08, 2026
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા ઇરાનની મંજૂરી
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી...
Nov 04, 2026
Trending NEWS
08 November, 2026
08 November, 2026
07 November, 2026
07 November, 2026
06 November, 2026
05 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026