ટાઈગર શ્રોફ પર હુમલા મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ ફડણવીસની ઝાટકણી કાઢી, શિંદે-ભાજપ-મોદી-શાહ પર આકરા પ્રહારો
October 21, 2026
મુંબઈમાં ફિલ્મ અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા હુમલાને મુદ્દે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની આકરી ઝાટકણી કાઢતાં શિવસેના યુબીટીના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે શિવાજી પાર્કમાં આયોજિત દશેરા રેલીમાં રાજ્યના મુખ્ય પ્રધાન અને ગૃહ ખાતાનો હવાલો સંભાળી રહેલા દેવેન્દ્ર ફડણવીસને પડકાર ફેંક્યો હતો કે હિંમત હોય તો આ હુમલાના મુખ્ય સૂત્રધાર લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાંથી મુંબઈ લાવીને દેખાડે. પોતાના ભાષણમાં તેમણે એકનાથ શિંદે, ભાજપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર પણ આકરા પ્રહારો કર્યા હતા અને મહારાષ્ટ્રમાં દુષ્કાળની સ્થિતિ અંગે પણ વાત કરી હતી.
ઉદ્ધવ ઠાકરેએ અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરીને એકનાથ શિંદેની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે હુમલાની ઘટના બાદ શિંદે તરત જ ટાઈગર શ્રોફને મળવા પહોંચી ગયા હતા. ઠાકરેએ સવાલ કર્યો હતો કે હુમલા બાદ પોલીસે આરોપીઓને પકડી લીધા તેના માટે પ્રશંસા કરવી જોઈએ કે પછી આવી ઘટના બની જ કેમ તે અંગે સરકારને જવાબદાર ઠેરવવી જોઈએ. તેમણે કહ્યું હતું કે ટાઈગર શ્રોફ સદનસીબે બચી ગયા, પરંતુ જો ગોળી થોડી ઉપર વાગી હોત તો આરોપીઓની ધરપકડનો કોઈ જ અર્થ રહ્યો ન હોત.
ઠાકરેએ રાજ્ય સરકારની કામગીરી પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે સરકારમાં પોલીસને અન્ય કામોમાં વ્યસ્ત રાખવામાં આવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે સામાન્ય નાગરિકો કે વિરોધ પક્ષના લોકોની નાની બાબતોમાં પોલીસ તેમને તરત જ પોલીસ સ્ટેશન બોલાવે છે, પરંતુ ટાઈગર શ્રોફ પર હુમલો કરનારા આરોપીઓ પોલીસની નજરમાંથી કેવી રીતે છટકી ગયા, નાકાબંધી દરમિયાન પોલીસને તેમની જાણ કેમ ન થઈ અને હુમલાખોરો મુંબઈ સુધી કેવી રીતે પહોંચ્યા.
Related Articles
દિવાળીના 3 દિવસમાં 108 એમ્બ્યુલન્સને મળ્યા 18,513 કોલ્સ: રાજ્યમાં 3,785 અકસ્માત, અમદાવાદમાં મારામારીના સૌથી વધુ કેસ
દિવાળીના 3 દિવસમાં 108 એમ્બ્યુલન્સને મળ્...
Nov 12, 2026
ઇસરોનો એનવીએસ-03 સેટેલાઇટ આકાશમાં 36,196 કિ.મી.ની ભ્રમણકક્ષામાં ગોઠવાયો
ઇસરોનો એનવીએસ-03 સેટેલાઇટ આકાશમાં 36,196...
Nov 08, 2026
'ઈમરજન્સી એ મોટી ભૂલ હતી, અહેસાસ થતાં ઈન્દિરાજીએ માફી માંગી હતી : સોનિયા ગાંધી
'ઈમરજન્સી એ મોટી ભૂલ હતી, અહેસાસ થતાં ઈન...
Nov 08, 2026
સિંગાપોરથી ભાણિયાના લગ્ન માટે આવેલા પરમજીતની પાર્કિંગ વિવાદમાં હત્યા
સિંગાપોરથી ભાણિયાના લગ્ન માટે આવેલા પરમજ...
Nov 08, 2026
'40-50 વર્ષે નક્સલવાદ મુક્ત ભારતની પહેલી દિવાળી', બસ્તરમાં મોદીનો દાવો
'40-50 વર્ષે નક્સલવાદ મુક્ત ભારતની પહેલી...
Nov 08, 2026
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા ઇરાનની મંજૂરી
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી...
Nov 04, 2026
Trending NEWS
08 November, 2026
08 November, 2026
07 November, 2026
07 November, 2026
06 November, 2026
05 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026