દેશમાં કોરોનાના 6500 કેસ, સૌથી વધુ કેરળમાં 2000 સંક્રમિત

June 10, 2025

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. હાલામા આવેવા સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા થોડા ડરામણા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી 6500 કોરોનાના કેસની સંખ્યા પહોંચી ગઇ છે. હાલમાં દેશમાં કોરોનાના 6491 દર્દીઓ છે, જેમાંથી સૌથી વધુ દર્દીઓની સંખ્યા કેરળમાં સામે આવી રહી છે. આ રાજ્યમાં 2000થી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જો કે 624 દર્દીઓના સાજા થવાના સમાચાર છે.

કેરળમાં કોવિડ-19નો પ્રકોપ સૌથી વધારે જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગના તાજા આંકડાઓ અનુસાર દેશમાં સૌથી વધુ દર્દીઓની પુષ્ટી કરવામાં આવી છે સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. ખુબજ ઝડપથી ફેલાઇ રહેલા આ વાયરસે ચિંતા વધારી દીધી છે. કેરળ સિવાય ગુજરાત, પશ્ચિમ બંગાળ, દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે દેશના તમામ નારગીકોને અપીલ કરી ચે કોવિડ-19ના પ્રોટોકોવનું ચપસ્ત રીતે પાલન કરો. માસ્ક પહેરી રાખો, સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખો, ભીડભાડથી દૂર રહો.