સાઉદી અરેબિયામાં રોડ અકસ્માતમાં 9 ભારતીયોના મોત
January 29, 2025
સાઉદી અરેબિયામાં ગમખ્વાર રોડ અકસ્માત સર્જાયો છે. આ રોડ અકસ્માતમાં 9 ભારતીયોના મોત થઈ ગયા છે. જેદ્દાહમાં ભારતીય મિશને આ અંગે જાણકારી આપી છે. મિશને જણાવ્યું કે, આ અકસ્માત પશ્ચિમી સાઉદી અરેબિયામાં જીજાન પાસે સર્જાયો છે. અમે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો સાથે સંપર્કમાં છીએ. આ ઉપરાંત અમે સાઉદીના અધિકારીઓના સંપર્કમાં છીએ અને તેઓ પોતાનું સમર્થન આપી રહ્યા છે.
ભારતીય કોન્સ્યુલેટે X પોસ્ટમાં જણાવ્યું કે, સાઉદી અરેબિયાના પશ્ચિમ ક્ષેત્રમાં જીજાન નજીક માર્ગ અકસ્માતમાં 9 ભારતીય નાગરિકોના દુઃખદ મૃત્યુ પર અમે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના. જેદ્દાહમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ સંપૂર્ણ સહાય પૂરી પાડી રહ્યા છે અને તેઓ અધિકારીઓ અને પરિવારો સાથે સંપર્કમાં છે. અમે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરીએ છીએ. તેમણે એ પણ જણાવ્યું કે, અકસ્માત અંગે મૃતકો અને ઘાયલોના સંબંધીઓ સંપર્ક કરી શકે તે માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.
દેશ મંત્રી એસ જયશંકરે પણ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, અકસ્માત અને જાનહાનિ વિશે જાણીને મને દુઃખ થયું. X પર એક પોસ્ટમાં વિદેશ મંત્રીએ કહ્યું કે, જેદ્દાહમાં અમારા કોન્સ્યુલ જનરલ સાથે વાત કરી, જેઓ સંબંધિત પરિવારોના સંપર્કમાં છે. તેઓ આ દુઃખદ પરિસ્થિતિમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે.
Related Articles
તમિલનાડુની થેની સબ-જેલમાંથી ગાર્ડ પર હુમલો કરી ભાગેલા 17 પૈકી 13 કેદી ઝડપાયા, 9 જેલકર્મી સામે કાર્યવાહી
તમિલનાડુની થેની સબ-જેલમાંથી ગાર્ડ પર હુમ...
Oct 28, 2026
નવી મુંબઈના કરાવે ગામમાં ભીષણ આગથી 4 ઝૂંપડાં ખાખ, 4 વાહનોને ભારે નુકસાન: જાનહાનિ ટળી
નવી મુંબઈના કરાવે ગામમાં ભીષણ આગથી 4 ઝૂં...
Oct 28, 2026
અર્નબ' વાવાઝોડાથી આંધ્રપ્રદેશ-ઓડિશામાં તબાહી: દેશના 6 રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર
અર્નબ' વાવાઝોડાથી આંધ્રપ્રદેશ-ઓડિશામાં ત...
Oct 28, 2026
ગુવાહાટીમાં હોટેલ બિલાસ ઇનમાં ગોળીબાર: એક જ પરિવારના 5 સભ્યોના મોત, પિસ્તોલ સાથે એક પકડાયો
ગુવાહાટીમાં હોટેલ બિલાસ ઇનમાં ગોળીબાર: એ...
Oct 27, 2026
સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારો કરી સરકારે 100 ટકા એથનોલથી ચાલતાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને મંજૂરી આપી
સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારો ક...
Oct 27, 2026
ભ્રામક જાહેરાત બદલ બ્રિટાનિયાને 1 લાખનો દંડ: 100%ના બદલે 62% જ ઘઉં નીકળતાં પ્રચાર હટાવવા આદેશ
ભ્રામક જાહેરાત બદલ બ્રિટાનિયાને 1 લાખનો...
Oct 27, 2026
Trending NEWS
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
26 October, 2026
26 October, 2026
26 October, 2026
26 October, 2026