કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
June 04, 2026
કાળઝાળ ગરમી, શેકાતી સડકો અને અસહ્ય ઉકળાટ વચ્ચે આખરે આખા દેશ માટે સૌથી મોટા ખુશખબર આવી ગયા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ કેરળમાં સત્તાવાર રીતે દસ્તક આપી દીધી છે. આ સાથે જ ભારતમાં વરસાદની મુખ્ય સીઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) ની સત્તાવાર જાહેરાત બાદ કેરળના અનેક વિસ્તારોમાં તેજ વરસાદ શરૂ થઈ ગયો છે અને આકાશમાં ઘેરાયેલા કાળાડિબાંગ વાદળોએ ગરમીની તીવ્રતાને શાંત કરી દીધી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાનું આગમન માત્ર હવામાનની અપડેટ નથી, પરંતુ દેશના કરોડો ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય જનતા માટે આશા અને રાહતનો મોટો સંદેશ લઈને આવ્યું છે. ખેતરોથી લઈને શહેરો સુધી હવે સૌ કોઈની નજર વરસાદની આગામી ગતિ પર ટકેલી છે.
હવામાન વિભાગે ગુરુવારે પુષ્ટિ કરી છે કે ચોમાસું કેરળમાં પ્રવેશી ચૂક્યું છે અને તેની સાથે જ લક્ષદ્વીપ તથા દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ તેજ બની છે. IMD દ્વારા 4 જૂનથી 9 જૂન વચ્ચે કેરળમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી (ઓરેન્જ એલર્ટ) જાહેર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન અનેક વિસ્તારોમાં 7 સેન્ટિમીટરથી લઈને 20 સેન્ટિમીટર સુધીનો ખાબકી શકે છે. ખાસ કરીને તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા, અલપ્પુઝા, કોટ્ટાયમ, ઇડુક્કી, એર્નાકુલમ અને ત્રિશૂર જિલ્લામાં વહીવટીતંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને જનજીવન પ્રભાવિત થવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.
ચોમાસાની કેરળમાં એન્ટ્રી બાદ હવે તે ઝડપથી આગળ વધશે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ચોમાસું દેશના અન્ય ભાગોને પણ આવરી લેશે. ઉત્તર ભારત, મધ્ય ભારત અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં આગામી દિવસોમાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાનું એલર્ટ જાહેર કરાયું છે. કેરળમાં સામાન્ય રીતે 1 જૂનની આસપાસ ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વખતે 4 જૂને તેની સત્તાવાર શરૂઆત થઈ છે. આ ગતિ જોતાં આગામી થોડા દિવસોમાં ચોમાસું મહારાષ્ટ્ર થઈને જૂનના મધ્ય સુધીમાં બિહાર અને જૂનના અંતિમ અઠવાડિયા સુધીમાં ઉત્તર પ્રદેશ (UP) માં પ્રવેશ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે.
Related Articles
દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, AQI 233
દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, A...
Oct 21, 2026
મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખોંગસાઈની ગોળી મારી હત્યા, ત્રણ બળવાખોરોની અટકાયત, પાંચ જિલ્લામાં બંધનું એલાન
મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખ...
Oct 21, 2026
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં દશેરા પર અનોખું પ્રદર્શન, પત્ની પીડિત પુરુષોએ શૂર્પણખાનું દહન કરી પુરુષ આયોગ માગ્યું
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં દશેરા...
Oct 21, 2026
કોટામાં દુર્ગા વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, કોટરી નહેરમાં હોડી પલટતા ચાર લોકો તણાયા, ત્રણને બચાવાયા
કોટામાં દુર્ગા વિસર્જન દરમિયાન મોટી દુર્...
Oct 21, 2026
ટાઈગર શ્રોફ પર હુમલા મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ ફડણવીસની ઝાટકણી કાઢી, શિંદે-ભાજપ-મોદી-શાહ પર આકરા પ્રહારો
ટાઈગર શ્રોફ પર હુમલા મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ...
Oct 21, 2026
દેહરાદૂન એક્સપ્રેસ વે પર આબેહૂબ રોડના પેઇન્ટિંગને સાચો રસ્તો સમજી ડ્રાઈવરે ટ્રક દિવાલમાં ઘુસાડી દીધી
દેહરાદૂન એક્સપ્રેસ વે પર આબેહૂબ રોડના પે...
Oct 20, 2026
Trending NEWS
20 October, 2026
20 October, 2026
20 October, 2026
20 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026