RBIનો રેપો રેટ અંગે મોટો નિર્ણય, સતત 10મી વખત યથાવત્
October 09, 2024
ભારતીય રિઝર્વ બૅંકની 51મી MPC બેઠકમાં (RBI MPC Meeting Results) મોટો નિર્ણય લેવામાં આવ્યો. બે દિવસીય મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં જાહેરાત કરતાં RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ વખતે પણ પોલિસી રેટ(રેપો રેટ)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે તમારી લોનની EMI યથાવત્ જ રહેશે. રિઝર્વ બૅંકે પોલિસી રેટને 6.5 ટકા પર યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સતત 10મી વખત છે જ્યારે રિઝર્વ બૅંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.
RBI ગવર્નરે 7મી ઑક્ટોબરથી શરુ થયેલી એમપીસી બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જણાવ્યું હતું કે, આ વખતે એમપીસીમાં ત્રણ નવા સભ્યો જોડાયા છે. વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં રાખતાં બેઠકમાં છમાંથી પાંચ સભ્યોએ વ્યાજના દરો યથાવત્ રાખવા સહમતિ આપી હતી. પોલિસીનું વલણ વિડ્રોલ ઑફ અકમોન્ડેશનમાંથી બદલી ન્યુટ્રલ કરવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ હોવા છતાં દેશમાં ફુગાવાને કાબૂમાં કરવામાં સફળ રહ્યા છે. આર્થિક વિકાસ થઈ રહ્યો છે. પરંતુ સાવચેતીના ભાગરૂપે હાલ પૂરતા વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કરાશે નહીં.
RBI દ્વારા રેપો રેટ 6.5 ટકાના સ્તરે જાળવી રાખતાં લોન ઈએમઆઇમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. એમસીએલઆર પર આપવામાં આવતી લોનના વ્યાજદરોમાં હાલ કોઈ વધ-ઘટ નહીં થાય. બૅન્કો RBI પાસેથી રેપો રેટના આધારે લોન લે છે. જેથી તેમાં થતાં ફેરફારની અસર ગ્રાહકોને મળતી લોન પર થાય છે.
Related Articles
Bitcoin એ 100000 ડોલરની સપાટી કૂદાવી બનાવ્યો રેકોર્ડ
Bitcoin એ 100000 ડોલરની સપાટી કૂદાવી બના...
શેરબજાર સળંગ બીજા દિવસે સુધર્યા, સેન્સેક્સે ફરી 81000ની સપાટી ક્રોસ કરી, ડિફેન્સ શેર્સમાં આકર્ષક ઉછાળો
શેરબજાર સળંગ બીજા દિવસે સુધર્યા, સેન્સેક...
Dec 04, 2024
માર્કેટ ખૂલતાં જ અદાણી ગ્રૂપના શેર ધડામ, 20 ટકા સુધી નુકસાન
માર્કેટ ખૂલતાં જ અદાણી ગ્રૂપના શેર ધડામ,...
Nov 21, 2024
સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ ઉછળ્યો, રિયાલ્ટી-આઈટી સહિત તમામ શેર્સમાં આકર્ષક ઉછાળો
સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ ઉછળ્યો, રિયાલ...
Nov 19, 2024
શેરબજારમાં મંદીનું જોર યથાવત, સેન્સેક્સે 77000નું લેવલ ગુમાવ્યું, આઈટી શેર્સમાં મોટુ ગાબડું
શેરબજારમાં મંદીનું જોર યથાવત, સેન્સેક્સે...
Nov 18, 2024
Trending NEWS
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
12 December, 2024
12 December, 2024
11 December, 2024
11 December, 2024
Dec 05, 2024