પુલવામા હુમલાને યાદ કરીને PM Modiએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ
February 14, 2026
પીએમ મોદીએ 2019માં થયેલા પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ જવાનોના બલિદાનને યાદ કરીને કહ્યું કે તેમનું અદમ્ય સાહસ, રાષ્ટ્રભક્તિ અને સમર્પણ દરેક ભારતીય માટે પ્રેરણા સ્ત્રોત છે. પીએમ મોદીએ શનિવારે 2019માં પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને બહાદૂરી, સમર્પણ અને દેશ પ્રત્યે સેવાને યાદ કરી. પીએમ મોદીએ કહ્યું કે 2019માં આજના દિવસે પુલવામામાં પોતાના પ્રાણોની આહુતિ આપનારા વીર જવાનોને શત શત નમન કર્યા.
ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને પણ બહાદુર સીઆરપીએફ સૈનિકોને નમ્ર શ્રદ્ધાંજલિ આપી. તેમના બલિદાનને યાદ કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તે ભારતીય ઇતિહાસમાં હંમેશા માટે અંકિત રહ્યું છે અને સદીઓથી રાષ્ટ્રને પ્રેરણા આપતું રહેશે. તેમણે લખ્યું કે પુલવામા આતંકવાદી હુમલામાં પોતાના જીવનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમનું સર્વોચ્ચ બલિદાન હંમેશા રાષ્ટ્રની સ્મૃતિમાં રહેશે અને આપણને એક મજબૂત અને સુરક્ષિત ભારત બનાવવા માટે પ્રેરણા આપશે."
ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરી, 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર CRPF કાફલાને નિશાન બનાવ્યો હતો. જે સૌથી ભયંકર આતંકવાદી હુમલાઓમાંથી એક હતો. જેમાં 40થી વધુ સૈનિકો માર્યા ગયા હતા. પુલવામા આતંકવાદી હુમલાએ માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધાર્યો ન હતો, પરંતુ જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારના આતંકવાદ અને સુરક્ષા અંગે વિશ્વભરમાં ચર્ચા પણ શરૂ કરી હતી. આ હુમલામાં જીવ ગુમાવનારા ૪૦ બહાદુર CRPF સૈનિકોને યાદ કરવા માટે આ દિવસને 'કાળા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
Related Articles
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
મહિલા પત્રકારોની સતામણી મામલે CJPનું દિલ્હી પોલીસને અલ્ટીમેટમ!
મહિલા પત્રકારોની સતામણી મામલે CJPનું દિલ...
Oct 04, 2026
13 કરોડ વોટની ચોરી, બેલેટ પેપરથી હવે યોજાય ચૂંટણી ઃ ઉદ્ધવ અને રાજ ઠાકરે
13 કરોડ વોટની ચોરી, બેલેટ પેપરથી હવે યોજ...
Oct 04, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026