રાહુલ ગાંધી અને ભાજપના મંત્રી વચ્ચે બોલાચાલી, મંત્રીએ કહ્યું- હું તમારી વાત કેમ માનું?
September 12, 2025
રાયબરેલી : ઉત્તર પ્રદેશના રાયબરેલીના સાંસદ અને લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ દિશા (જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ) બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહ અને રાહુલ ગાંધી વચ્ચે ચડસાચડસી થઈ હતી. જેનો વીડિયો વાઈરલ થયો છે.
રાહુલ ગાંધીની રાયબરેલીની બે દિવસીય મુલાકાતનો વિરોધ કરતાં ગઈકાલે દિનેશ પ્રતાપ સિંહ અને તેમના સમર્થકોએ 'પાછા જાઓ'નો સુત્રોચ્ચાર કરી ધરણાં ધર્યા હતાં. ત્યારબાદ આજે યોજાયેલી દિશા બેઠકમાં દિનેશ પ્રતાપ સિંહ અને ભાજપના મંત્રી વચ્ચે બોલાચાલી થઈ હતી. દિનેશ સિંહે આ બેઠક અંગે જણાવ્યું કે, રાહુલ ગાંધી દિશા બેઠકના મુદ્દાથી અલગ મુદ્દાઓ પર વાત કરવા માગતા હતા. અમે તેમને કહ્યું હતું કે, તેઓ દિશાના જે નિયમ છે, તે અંતર્ગત માત્ર બેઠક કરી શકે છે. રાહુલ ગાંધી દિશાના સુપરવાઈઝર છે. જો કોઈ તેના માલિક બનવાનો પ્રયાસ કરશે તો અમે ચલાવી લઈશું નહીં.
વીડિયોમાં રાહુલ ગાંધી અને દિનેશ સિંહ દલીલ કરતાં જોવા મળે છે. જેમાં રાહુલ કહી રહ્યા હતા કે, હું તેનો અધ્યક્ષ છું. આવુ થોડી ચાલે. પરંતુ દિનેશ સિંહે સામે વળતો જવાબ આપ્યો કે, હું આ મંચનો રાજનીતિ માટે ઉપયોગ થવા નહીં દઉં, એવું ક્યાય લખ્યું નથી. દિશાના જે 43 કાર્યક્રમ છે, તેની બહાર બેઠક થવા દઈશ નહીં.
Related Articles
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા ઇરાનની મંજૂરી
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી...
Nov 04, 2026
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ...
Nov 02, 2026
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હ...
Nov 02, 2026
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડ...
Nov 02, 2026
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લોકોના મોત
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લ...
Nov 01, 2026
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અલ્ટીમેટમ, સરકાર સામે સંકટના વાદળો
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અ...
Nov 01, 2026
Trending NEWS
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026