મફતની સંસ્કૃતિ ચૂંટણીમાં વિજય તરફ દોરી શકે, પરંતુ તે રાષ્ટ્ર નિર્માણનું સાધન નથી : ડી. સુબ્બારાવ
November 30, 2025
દિલ્હી : ભારતમાં ચૂંટણી દરમિયાન 'Freebies' (મફતની ભેટો)ના રાજકારણે જે ગંભીર સ્વરૂપ લીધું છે, તેનાથી દેશના અર્થતંત્ર અને રાજકારણ પર થનારી નકારાત્મક અસરો અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર ડી. સુબ્બારાવે ચેતવણી આપી છે. પૂર્વ ગવર્નરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે મફતની સંસ્કૃતિ ચૂંટણીમાં વિજય તરફ દોરી શકે છે, પરંતુ તે રાષ્ટ્ર નિર્માણનું સાધન નથી.'
ડી. સુબ્બારાવે એક લેખમાં ભારતીય રાજકારણમાં ચાલી રહેલી 'અવાસ્તવિક વચનોની સ્પર્ધા' પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બિહારથી લઈને આંધ્રપ્રદેશ સુધીના ઉદાહરણો આપીને લખ્યું કે, 'રાજકીય પક્ષો 'અવાસ્તવિક રોકડ વચનો' સાથે એકબીજાને પાછળ રાખવા માટે સતત સ્પર્ધા કરી રહ્યા છે. બિહારમાં NDAએ મહિલાઓને 10,000 રૂપિયા ટ્રાન્સફર કરવાનું વચન આપ્યું, જ્યારે વિપક્ષી મહાગઠબંધન તેનાથી પણ આગળ વધીને રાજ્યની દરેક મહિલાને 30,000 રૂપિયા અને દરેક પરિવારને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું હતું. આ વચનો અસત્યતાનો ભાવ ધરાવતા હતા, જાણે રાજકીય વર્ગે સામૂહિક રીતે બધી નાણાકીય ગણતરીઓ સ્થગિત કરી દીધી હોય.' પૂર્વ ગવર્નરે ચેતવણી આપી કે મફત ભેટોની આ સંસ્કૃતિ આખરે ચૂંટણી જીત્યા બાદ સરકારો માટે મોટો પડકાર બની રહે છે. તેમણે લખ્યુ કે, 'જ્યારે રાજકીય પક્ષો પૈસા વહેંચે છે અથવા મોટી જાહેરાતો કરે છે, ત્યારે તેમની વાસ્તવિકતામાં અસર ઓછી થાય છે કારણ કે વ્યાપક સ્પર્ધાત્મક વચનો એકબીજાને તટસ્થ કરે છે. જ્યારે વચનો અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવે છે, ત્યારે લોકો તેના પર વિશ્વાસ કરવાનું બંધ કરી દે છે.' તેમણે ચેતવણી આપી કે સૌથી મોટી સમસ્યા એ છે કે આવી ગેરંટી પર ચૂંટાયેલી સરકારો હવે તેમના વચનો પૂરા કરવા માટે સંઘર્ષ કરી રહી છે, જે આખરે રાજ્યની તિજોરી પર બોજ વધારે છે.
Related Articles
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા ઇરાનની મંજૂરી
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી...
Nov 04, 2026
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ...
Nov 02, 2026
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હ...
Nov 02, 2026
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડ...
Nov 02, 2026
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લોકોના મોત
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લ...
Nov 01, 2026
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અલ્ટીમેટમ, સરકાર સામે સંકટના વાદળો
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અ...
Nov 01, 2026
Trending NEWS
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026