રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, બેકાબુ બસ પુલ સાથે અથડાતા પલટી, 10 મોત
October 29, 2024

દિવાળીની તૈયારી વચ્ચે રાજસ્થાનમાં ભયાનક અકસ્માત થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. રાજ્યના સીકર જિલ્લાના લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે ખાનગી બસનો અકસ્માત થયો છે, જેમાં 10 મુસાફરોના મોત થયા છે અને 25થી વધુને ઈજા થઈ હોવાના વિગતો સામે આવી છે. હાલ પાંચ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અકસ્માત અંગે એવી માહિતી સામે આવી છે, મૃતકોમાં પાંચ મહિલા પણ સામેલ છે.
મળતા અહેવાલો મુજબ રાજસ્થાનમાં આજે એક બસ પુલ સાથે અથડાયા બાદ પલટી ગઈ છે અને તેમાં સવાર સાત લોકોના મોત થયા હોવાનો રિપોર્ટ સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તુરંત નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બસ સુજાનગઢથી સાલાસર-લક્ષ્મણગઢ-નવલગઢ થઈને જઈ રહી હતી. નજરે જોનારાઓના જણાવ્યા મુજબ, બસની સ્પીડ વધુ હોવાને કારણે યોગ્ય વળાંક ન લઈ શકાયો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો. હાલ ઘાયલોને જિલ્લા હોસ્પિટલ લક્ષ્મણગઢ લઈ જવામાં આવ્યા છે. પીસીસી ચીફ ગોવિંદ સિંહ દોતાસરાએ એક્સ પર પોસ્ટ કર્યું છે. લક્ષ્મણગઢમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોતના હૃદયદ્રાવક સમાચાર સાંભળીને મને દુઃખ થયું છે.
અકસ્માતની જાણ થતાં જ મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, 'જીવન ગુમાવવું અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે, મૃતકોના શોકગ્રસ્ત પરિવારો સાથે મારી ઊંડી સંવેદના છે. અધિકારીઓ ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરે.’
Related Articles
રાહુલ ગાંધીએ લખનૌમાં કર્યું સરન્ડર, કોર્ટે આપ્યા જામીન
રાહુલ ગાંધીએ લખનૌમાં કર્યું સરન્ડર, કોર્...
Jul 15, 2025
'સર્કસ ચલાવી રાખ્યું છે', જયશંકર-જિનપિંગની મુલાકાત મુદ્દે રાહુલ ગાંધીનો કટાક્ષ
'સર્કસ ચલાવી રાખ્યું છે', જયશંકર-જિનપિંગ...
Jul 15, 2025
તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય, સ્કૂલોમાં હવે 'U' આકારમાં હશે બેઠક વ્યવસ્થા, કોઈ બેક બેન્ચર નહીં
તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય, સ્કૂલોમાં...
Jul 15, 2025
બ્રિજ ઉદ્ઘાટનના આમંત્રણ મામલે નીતિન ગડકરી અને કોંગ્રેસના મુખ્યમંત્રી વચ્ચે ચણભણ!
બ્રિજ ઉદ્ઘાટનના આમંત્રણ મામલે નીતિન ગડકર...
Jul 15, 2025
સંજય દત્તે હથિયારો વિશે જણાવી દીધું હોત તો મુંબઈમાં બ્લાસ્ટ ન થયા હોત: ઉજ્જવલ નિકમ
સંજય દત્તે હથિયારો વિશે જણાવી દીધું હોત...
Jul 15, 2025
Trending NEWS

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025