વૃશ્ચિક અને કુંભ સહિત આ 4 રાશિના જાતકોને મળશે પદ અને પૈસા, શનિના નક્ષત્રમાં બુધનું ગોચર

July 15, 2025

બુદ્ધિ, વાણી અને વેપારના કારક અને ગ્રહોના રાજકુમાર બુધ કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે અને 29 જુલાઈ, 2025ની સાંજે 4:17 મિનિટ પર શનિના પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 22 ઓગસ્ટ સુધી આ નક્ષત્રમાં રહેશે. પુષ્ય નક્ષત્રને અત્યંત શુભ માનવામાં આવે છે, એવામાં બુધના આ ગોચરથી 4 રાશિની કિસ્મત ચમકી જશે.  
  • મેષ રાશિઃ મેષ રાશિના જાતકો માટે બુધનું નક્ષત્ર પરિવર્તન ખૂબ લાભદાયક હશે. મેષ રાશિના જાતકોને વેપાસ, સંચારમાં વિશેષ લાભ થઈ શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આ સિવાય માનસિક સુખ વધશે. વેપારમાં નવી તક મળશે. વાણી અને સંચાર કૌશલમાં બહેતર હશે. કાર્યક્ષેત્રમાં પ્રશંસા થશે અને સંપત્તિ સાથે જોડાયેલી સમસ્યા ખતમ થશે. 
  • કન્યા રાશિઃ કન્યા રાશિના જાતકો માટે બુધનું ગોચર શુભ માનવામાં આવે છે. આ રાશિના જાતકોને બુધ ગોચરથી આર્થિક લાભ થશે અને રોકાયેલું ધન પરત મળશે. નોકરીમાં પ્રમોશન અથવા નવા વેપારની શરૂઆત માટે આ સમય ખૂબ સારો માનવામાં આવે છે. પ્રેમ જીવનમાં મોટા બદલાવ આવી શકે છે. લાંબા સમયથી રોકાણની યોજના પર કામ કરવાનો આ સૌથી સારો સમય છે. 
  • વૃશ્ચિક રાશિઃ વૃશ્ચિક રાશિના જાતકોને બુધનું આ ગોચર વિશેષ લાભ આપનારૂ સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોને અચાનક ધન લાભ થઈ શકે છે. જૂના રોકાણથી લાભ અથવા દેવાં પરનો બોજ ખતમ થશે. પ્રેમ જીવનમાં સકારાત્મકતા આવશે. અપરિણીતના જીવનમાં પ્રેમનું આગમન થઈ શકે છે. વિદ્યાર્થીઓની બુદ્ધિનો વિસ્તાર થશે અને સ્વાસ્થ્યમાં સુધારો રહેશે. 
  • કુંભ રાશિઃ  કુંભ રાશિના જાતકો માટે આ ગોચરથી વિશેષ લાભ મળી શકે છે. કુંભ રાશિના જાતકોને નોકરીમાં સ્થિરતા અને વેપારમાં વૃદ્ધિનો યોગ બનશે. આર્થિક સ્થિતિમાં સકારાત્મક બદલાવ થશે. પરિવારમાં સુખ અને શાંતિ સ્થાપિત થશે. વિદેશ યાત્રાથી ધન-સંપત્તિનો લાભ થઈ શકે છે. જીવનમાં દરેક તરફથી સફળતા પ્રાપ્ત થશે.