ગાઝા અંગે ઈઝરાયલના ખતરનાક ઈરાદા સામે આવ્યા

July 15, 2025

ઈઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાયર મુદ્દે છેલ્લા એક સપ્તાહથી અટકળો વહેતી થઈ હતી કે, આ ડીલ ગમેત્યારે થઈ શકે છે, પરંતુ હજુ સુધી કોઈ અપડેટ આવી નથી. બંને દેશો વચ્ચે સીઝફાયરનો નિર્ણય અટવાયો ચર્ચા ચાલી રહી છે કે, આ ડીલ ક્યારેય પણ થઈ શકે છે. પરંતુ હજુ સુધી કોઈ અપડેટ આવી નથી. જેની પાછળનું કારણ ઈઝરાયલનો ખતરનાક પ્લાન છે. તેણે આ પ્લાન અમેરિકા અને હમાસ સમક્ષ પણ રજૂ કર્યો છે. જેના લીધે સીઝફાયર અંગે કોઈ નિર્ણય લેવાઈ રહ્યો નથી.ઈઝરાયલે પ્રસ્તાવ રજૂ કર્યો છે કે, આખું ગાઝા ખાલી કરવામાં આવે, તેના એક નાનકડાં દક્ષિણ હિસ્સામાં પેલેસ્ટાઈનવાસીઓને આશરો આપવામાં આવે, આ વિસ્તાર પણ ઈઝરાયલની સેનાના નિયંત્રણ હેઠળ છે. ઈઝરાયલ ઈચ્છે છે કે, ગાઝામાં રહેતાં પેલેસ્ટાઈનના લોકો તેની સેનાના  શરણે રહે. અત્યારસુધી આ પ્રસ્તાવ મુદ્દે ઈઝરાયલે સત્તાવાર કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ તેના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાટ્ઝે આ મુદ્દે વાત કરી હતી. ઈઝરાયલના આ પલાન મુદ્દે માનવાધિકાર સંગઠન ચિંતિત છે. તદુપરાંત અમેરિકા, સઉદી અરબ જેવા દેશ પણ તેના પક્ષમાં નથી. નિષ્ણાતોએ જણાવ્યું કે, ઈઝરાયલનો આ પ્રસ્તાવ પેલેસ્ટાઈન વાસીઓને નજરકેદ બનાવશે. તેમને પોતાના જ ઘરમાં અવર-જવર કરવા પર રોક મૂકવામાં આવશે, તેમને સેનાના શરણે રાખવાથી માનવાધિકારોનું ઉલ્લંઘન થશે. યુએનની વ્યાખ્યા હેઠળ આ પ્રકારનો પ્રસ્તાવ વંશને ખતમ કરવાના ષડયંત્ર સમાન છે. ઈઝરાયલ કાટ્ઝે આ પ્રસ્તાવ મુદ્દે અમુક મીડિયા સાથે વાત કરી હતી. હમાસે પણ સીઝફાયર ન કરવા પાછળનું કારણ આ પ્રસ્તાવ ગણાવ્યો છે. હમાસે કહ્યું કે, ઈઝરાયલનો આ પ્રસ્તાવ સીઝફાયરમાં રોડા નાખી રહ્યો છે. સીઝફાયર મુદ્દે અમે શરત મૂકી છે કે, અમે ઈઝરાયલના 25 બંધકોને મુક્ત કરીશું, તેમણે ગાઝામાંથી પોતાની સેના હટાવી લેવી પડશે. આ પ્રસ્તાવના કારણે ઈઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાયરનો મુદ્દો ખોરંભે ચડ્યો છે. ઈઝરાયલ ઈચ્છે છે કે, તે ગાઝાનો એક મોટો હિસ્સો પોતાની કોલોનીમાં તબદીલ કરી લે, જ્યારે હમાસ સીઝફાયરના બદલામાં વિસ્તારમાં પોતાનો દબદબો જળવાઈ રહે તેવી શરતો રજૂ કરી રહ્યું છે. હમાસના એક વરિષ્ઠ નેતા હુસામ બદરાને જણાવ્યું કે, ઈઝરાયલ  નથી ઈચ્છતું કે સીઝફાયર થાય, એટલા માટે તેણે આવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. કોઈપણ તેના આ પ્લાન પર સહમત નથી. અમે યુદ્ધ ચાલુ રાખીશું.