કિંગ ફિલ્મ માટે મુંબઈમાં જ વિદેશી જેલનો સેટ બનાવાયો

June 18, 2025

મુંબઇ : શાહરુખની 'કિંગ'નાં શૂટિંગ માટે વિદેશની એક વિશાળ જેલનો સેટ મુંબઈના જ બાન્દ્રા વિસ્તારના મહેબૂબ સ્ટુડિયો ખાતે ઊભો કરવામાં આવ્યો હતો.  આ સ્ટુડિયો શાહરુખના બંગલા મન્નતથી બિલકૂલ નજીકના અંતરે છે. જોકે, શાહરુખ હાલ અહીંથી થોડે દૂર ખારમાં ભાડાના ડુપ્લેક્સમાં રહેવા ગયો છે. શાહરુખ તેની દીકરી સુહાનાનું મોડા પડદે ભવ્ય ડેબ્યૂ થાય તેના માટે આ ફિલ્મ બનાવી રહ્યો છે. સિદ્ધાર્થ આનંદ આ ફિલ્મનું ડિરેક્શન કરી રહ્યો છે.   વિદેશી જેલમાં ફાઇટિંગનું  આ દ્રશ્ય ફિલ્મમાં મહત્વપૂર્ણ હોવાથી દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદેઆ સીનને ડિઝાઇન કરવા માટે ત્રણ આંતરરાષ્ટ્રીય સ્ટંટ નિષ્ણાતોનેબોલાવ્યા છે. ૧૫ જુનના રોજ લગભગ ૨૦૦  સ્ટંટ કલાકારો સાથે એક હિસ્સાનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ શૂટિંગ ૨૧ જુન સુધી ચાલશે.આ ફિલ્મમાં સુહાનાને શાહરૃખના પાત્રની શિષ્યા તરીકે દર્શાવામાં આવશે. ફિલ્મમાં શાહરુખ એક શાર્પશૂટરની ભૂમિકામાં તથા અભિષેક બચ્ચન નેગેટિવ રોલમાં હોવાનું  કહેવાય છે. જોકે, જેલનાં દ્રશ્યોનાં શૂટિંગ વખતે અભિષેક હાજર ન હતો. આ ફિલ્મમાં દીપિકા પદુકોણ, રાણી મુખર્જી, અનિલ કપૂર, અરશદ વારસી, રાઘવજુયાલ પણ કામ કરી રહ્યા છે.