સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં અચાનક નીકળ્યો સાપ, સુરક્ષાકર્મીઓમાં દોડધામ
May 19, 2026
મુંબઈ : મુંબઈના બાંદ્રામાં આવેલા સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સોમવારે એક સાપ દેખાતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એપાર્ટમેન્ટના કોમન એરિયામાં રેટ સ્નેક એટલે કે ધામણ જોવા મળતાં એને રેસ્ક્યુ કરવા માટે તાત્કાલિક કામ હાથમાં ધરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ગેલેક્સી એપાર્ટમેન્ટના કાર પાર્કિંગ વિસ્તારમાં આવેલા શટર નજીક આ સાપ જોવા મળ્યો હતો. સલમાન ખાન પોતાના પરિવાર સાથે આ જ એપાર્ટમેન્ટમાં રહે છે. સાપ દેખાતા જ ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓએ તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો.
ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફરજ પર રહેલા પોલીસ કોન્સ્ટેબલ મનોજ કટ્ટેએ આ ઘટનાની જાણ સ્થાનિક સ્નેક રેસ્ક્યુર વિકી દુબેને કરી હતી. માહિતી મળતા જ વિકી દુબે તરત જ સ્થળ પર પહોંચ્યો અને પાર્કિંગ વિસ્તારમાં સાપની શોધ શરૂ કરી હતી. રેસ્ક્યુ ઓપરેશન ઝડપથી અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું. તેણે સાપની હલચલ પર નજર રાખી તેની પૂંછડી પકડીને તેને સુરક્ષિત રીતે કાબૂમાં લીધો હતો અને બાદમાં બેગમાં મૂકી ત્યાંથી સુરક્ષિત રીતે તેને લઈ ગયો હતો.
Related Articles
‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે...’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો કટાક્ષ
‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસ...
May 19, 2026
મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા
મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે...
May 19, 2026
હૈદરાબાદ એરપોર્ટ પર 3 દિવસમાં 3 વિમાન ઉડાવી દેવાની ધમકી, સઘન તપાસ પણ કંઈ વાંધાજનક ન મળ્યું
હૈદરાબાદ એરપોર્ટ પર 3 દિવસમાં 3 વિમાન ઉડ...
May 18, 2026
કમ્પ્લાયન્સમાં નિષ્ફળ રહેતા ઓલા, ઉબર અને રૅપિડો ઍપ પર બૅનનો નિર્ણય હાલ મોકૂફ
કમ્પ્લાયન્સમાં નિષ્ફળ રહેતા ઓલા, ઉબર અને...
May 18, 2026
કેરલમ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ સત્તા પરિવર્તન: યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટની વાપસી અને વી.ડી. સતીશન બન્યા નવા મુખ્યમંત્રી
કેરલમ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ સ...
May 18, 2026
NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ગેસ પેપરના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા
NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ગેસ...
May 17, 2026
Trending NEWS
17 May, 2026