ચીનની રેસ્ટોરન્ટમાં અચાનક આગ ભભૂકી, 22 લોકોના મોત, ત્રણ ઘાયલ
April 29, 2025
ચીનની રેસ્ટોરન્ટમાં અચાનક આગ લાગતાં 22 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ ઘાયલ છે. આગ લાગવા પાછળનું કારણ હજી જાણી શકાયુ નથી. ચીનના લિયાઓયાંગ શહેરના લિઓનિંગ વિસ્તારમાં આવેલી રેસ્ટોરન્ટમાં બપોરે 12.25 વાગ્યે અચાનક આગ લાગી હતી.
ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે આગમાં મૃત્યુ પામનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કરી સ્થાનિક સત્તાધીશોને તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી કરવા નિર્દેશ આપ્યા છે. મોતનો આંકડો વધવાની શક્યતા છે. ઓથોરિટીએ આ દુર્ઘટનાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
ચીનની રેસ્ટોરન્ટમાં લાગેલી આગ ઝડપથી પ્રસરી હતી. જેથી લોકોને ભાગવાનો સમય મળ્યો ન હતો. આગએ થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ગતવર્ષે પણ પણ ચીનમાં ગેસ લીકના કારણે બે વિકરાળ આગ લાગી હતી. જેમાં માર્ચમાં હેબેઈમાં આવેલી રેસ્ટોરન્ટમાં લાગેલી આગમાં બે લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે 26 લોકો ઘાયલ થયા હતા. બીજી એક આગ સપ્ટેમ્બરમાં શેનઝેનમાં આવેલી હાઈરાઈઝ બિલ્ડિંગમાં લાગી હતી. જેમાં એકનું મોત થયુ હતું.
Related Articles
મ્યાનમારમાં લોહિયાળ હુમલો, સેનાએ બોંબ ઝિંકતા હોસ્પિટલ નષ્ટ, 34 દર્દીના મોત, 80 ઈજાગ્રસ્ત
મ્યાનમારમાં લોહિયાળ હુમલો, સેનાએ બોંબ ઝિ...
Dec 12, 2025
અમેરિકા બાદ હવે મેક્સિકોએ ટેરિફ લાગુ કર્યાં, ભારત સહિત અનેક દેશો સામે 50% ટેરિફ!
અમેરિકા બાદ હવે મેક્સિકોએ ટેરિફ લાગુ કર્...
Dec 11, 2025
'સુંદર ચહેરો અને મશીન ગન જેવા હોઠ...' 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી અંગે ટ્રમ્પની જીભ લપસી
'સુંદર ચહેરો અને મશીન ગન જેવા હોઠ...' 28...
Dec 10, 2025
અમેરિકાની કેન્ટકી સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબાર, 1 વિદ્યાર્થીનું મોત, શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ
અમેરિકાની કેન્ટકી સ્ટેટ યુનિવર્સિટીમાં ગ...
Dec 10, 2025
અમેરિકાની ટ્રમ્પ સરકારે 1 વર્ષમાં 85000 વિઝા રદ કર્યા, સૌથી મોટો ઝટકો વિદ્યાર્થીઓને
અમેરિકાની ટ્રમ્પ સરકારે 1 વર્ષમાં 85000...
Dec 10, 2025
અમેરિકામાં ઉડતું વિમાન અચાનક રોડ પર દોડતી કાર પર આવીને પડતા મહિલાનું મોત
અમેરિકામાં ઉડતું વિમાન અચાનક રોડ પર દોડત...
Dec 10, 2025
Trending NEWS
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
09 December, 2025
09 December, 2025