માળિયા હાટીના નજીક બે કાર વચ્ચે અકસ્માત, વિદ્યાર્થીઓ સહિત 7ના મોત, પોલીસ કાફલો ઘટનાસ્થળે
December 09, 2024
રાજ્યમાં સતત રોડ અકસ્માતોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે આજે વહેલી સવારે મળી રહેલી જૂનાગઢના માળિયા હાટીના નજીક આવેલા ભંડુરી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 7 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક રહીશો અને આસપાસમાંથી લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી. હાલ પોલીસ અને એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
હાલમાં મળી રહેલી માહિતી અનુસાર માળિયા હાટીના ભંડુરી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં પાંચ વિદ્યાર્થીઓ સહિત સાત લોકોના મોત થયા હોવાનું સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઇ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર સળગી ગઇ હતી અને ગેસનો બાટલામાં બ્લાસ્ટ થયો હતો. જેના લીધે બાજુમાં રહેલા ઝૂંપડામાં પણ આગ લાગી હતી.
અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. હાલ મૃતદેહોને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Related Articles
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હા...
Jul 07, 2026
ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ
ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવ...
Jul 07, 2026
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર...
Jul 06, 2026
ગુજરાતને વરસાદે ધમરોળ્યું ! 6 સ્ટેટ હાઈવે બંધ, 5 ડેમ હાઈએલર્ટ પર
ગુજરાતને વરસાદે ધમરોળ્યું ! 6 સ્ટેટ હાઈવ...
Jul 05, 2026
વારસિયામાં ગેંગવોર: અલ્પુ સિન્ધી ગેંગના સાગરીત પર હરિ સિન્ધી સહિત ત્રણનો હુમલો
વારસિયામાં ગેંગવોર: અલ્પુ સિન્ધી ગેંગના...
Jul 05, 2026
અમદાવાદમાં જગન્નાથજીના ગુલાબી વાઘા તૈયાર, સાત ચોગાવાળી પાઘડી આકર્ષણનું કેન્દ્ર બનશે
અમદાવાદમાં જગન્નાથજીના ગુલાબી વાઘા તૈયાર...
Jul 05, 2026
Trending NEWS
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
04 July, 2026