લગ્નેતર સંબંધની શંકામાં પત્નીની હત્યા કરી માથું ફ્રિજમાં છુપાવનાર આરોપીનું પોલીસ વાહનમાંથી કૂદતાં મોત
September 15, 2026
ગુવાહાટીઃ પત્ની રિયા તાલુકદારની હત્યા કરી તેનું કાપેલું માથું ફ્રિજમાં છુપાવવાના આરોપી રામાનુજ ગોસ્વામીનું પોલીસ કસ્ટડીમાં મોત થયું છે. સોમવારે તેને હાટીગાંવ પોલીસ સ્ટેશનથી ગુવાહાટી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ લઈ જવાતો હતો ત્યારે પોલીસ વાહનમાંથી કૂદકો માર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, રસ્તામાં વાહનનું ટાયર પંચર થતાં તેને બદલવામાં આવ્યું હતું.
ટાયર બદલ્યા બાદ વાહન શરૂ થતાં જ રામાનુજે એક કોન્સ્ટેબલને લાત મારી અને અચાનક કૂદકો માર્યો હતો. તેણે ઢાળ પરથી નીચે જવાનો પ્રયાસ કરતાં ગંભીર ઈજા થઈ હતી. પોલીસે તેને કાબૂમાં લઈ હોસ્પિટલ પહોંચાડ્યો હતો, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યો. આરોપીની હથકડી પકડી રહેલા કોન્સ્ટેબલને પણ ઈજા થઈ હતી. આરોપીને સવારે 3:41 વાગ્યે મૃત હાલતમાં હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, રામાનુજે ગયા અઠવાડિયે આત્મસમર્પણ કરીને પત્નીની હત્યાની કબૂલાત કરી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી. કથિત રીતે પત્નીના લગ્નેતર સંબંધની શંકાને કારણે તેણે હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. તપાસ દરમિયાન રિયાનું કાપેલું માથું પોલિથીન બેગમાં ફ્રિજમાંથી મળી આવ્યું હતું. બંનેનાં લગ્નને હજુ એક વર્ષ પણ પૂર્ણ થયું નહોતું.
આરોપીને દર 24 કલાકે તબીબી તપાસ કરાવવાની હોવાથી અસ્વસ્થતાની ફરિયાદ બાદ તેને રાત્રે લગભગ 2 વાગ્યે હોસ્પિટલ લઈ જવાતો હતો. આ દરમિયાન તેણે પોલીસ વાહનમાંથી કૂદકો માર્યો હતો. જોકે, તેના મોતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.
Related Articles
ભારતમાં ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી 4.82%એ પહોંચી, ડુંગળી-લસણના ભાવ વધ્યા; RBIએ 5%નું અનુમાન રાખ્યું
ભારતમાં ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી 4.82%એ પ...
Sep 15, 2026
પેન્સિલવેનિયામાં ડ્રગ્સ નેટવર્ક ઝડપાયું, 10 ગુજરાતીઓની ધરપકડ; 1.4 લાખ ગેરકાયદે વસ્તુઓ જપ્ત, 37 ખાતામાં 2 કરોડ ડૉલરના વ્યવહાર મળ્યા
પેન્સિલવેનિયામાં ડ્રગ્સ નેટવર્ક ઝડપાયું,...
Sep 15, 2026
દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના 3 મુસાફરો મ્યુનિક પહોંચી ગયા, એર ઈન્ડિયાને નોટિસ, હાઈટ લેવલ બેઠક બોલાવી
દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇ...
Sep 15, 2026
ન્યૂયોર્કમાં સ્પ્રિંગ સ્ટ્રીટ સ્ટેશન પર ટ્રેકમાં બેઠેલા ભારતીય મૂળના યુવક-યુવતીનાં મોત, પોલીસની તપાસ શરૂ
ન્યૂયોર્કમાં સ્પ્રિંગ સ્ટ્રીટ સ્ટેશન પર...
Sep 15, 2026
રાજૌરીમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ, આતંકીઓને રસ્તો બતાવનાર 3 ઝડપાયા, મોટી સંખ્યામાં IED જપ્ત કરાયા
રાજૌરીમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ, આતંક...
Sep 15, 2026
ટ્રેડિંગ રોકવા રિસોર્ટમાં રાખેલા જયપુરના કોંગ્રેસ ઉમેદવારોને રૂમ-ભોજન ન મળતાં રાતોરાત પરત ફર્યા
ટ્રેડિંગ રોકવા રિસોર્ટમાં રાખેલા જયપુરના...
Sep 15, 2026
Trending NEWS
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
14 September, 2026
14 September, 2026
14 September, 2026
14 September, 2026
14 September, 2026
14 September, 2026