લંડનમાં યુએસ એમ્બેસીની બહાર વિસ્ફોટથી અફરાતફરી
November 23, 2024

લંડનનાં નાઈન એલ્મસ વિસ્તારમાં આવેલી યુએસ એમ્બેસીની બહાર એક કન્ટ્રોલ્ડ વિસ્ફોટ કરવામાં આવતા આખા વિસ્તારમાં ભાગદોડ અને અફરાતફરી મચી ગઈ હતી. શુક્રવારે બનેલી આ ઘટનામાં જ્યાં વિસ્ફોટ થયો હતો તે સ્થળે એક શંકાસ્પદ પેકેટ પડેલું જોવા મળ્યું હતું. પોલીસ તેમજ સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા શકમંદ પેકેટની તપાસ હાથ ધરવામાં આવી હતી. કોણે વિસ્ફોટ કર્યો અને શા માટે કર્યો તેની પણ તપાસ હાથ ધરાઈ છે. પોલીસે સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને કોણે વિસ્ફોટ કર્યો તેની તપાસ શરૂ કરી છે.
તકેદારીનાં પગલાં રૂપે પોન્ટોન રોડ વિસ્તારને અવરજવર માટે બંધ કરાયો છે. પોલીસના વડાઓએ વિસ્ફોટની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે વિસ્ફોટને પગલે મોટો ઘડાકો થયો હતો. આ કન્ટ્રોલ્ડ વિસ્ફોટ હોવાનું જણાવ્યું છે. વિસ્ફોટને કારણે નજીકનો વિસ્તાર ધણધણી ઊઠયો હતો. આ ઘટનાને પગલે બ્રિટનના બીજા ક્રમના સૌથી મોટા એરપોર્ટ ગેટવીકનું ટર્મિનલ ખાલી કરાવાતા ગભરાટનો માહોલ ફેલાયો હતો.
Related Articles
ભારતનો ચીનને ઝટકો, શ્રીલંકા સાથે ડૉકયાર્ડ ડીલ, હિન્દ મહાસાગરમાં દબદબો વધશે
ભારતનો ચીનને ઝટકો, શ્રીલંકા સાથે ડૉકયાર્...
Jun 28, 2025
પત્નીથી તલાક થતાં ગુસ્સામાં દ.કોરિયાના યુવકે મેટ્રો ટ્રેનમાં પેટ્રોલ છાંટી લગાવી આગ, 22 દાઝ્યાં
પત્નીથી તલાક થતાં ગુસ્સામાં દ.કોરિયાના ય...
Jun 28, 2025
'અમે અમારી ઇચ્છા પ્રમાણે જ કરીશું...' રેસિપ્રોકલ ટેરિફની ડેડલાઇન અંગે ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન
'અમે અમારી ઇચ્છા પ્રમાણે જ કરીશું...' રે...
Jun 28, 2025
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સ્વાત નદીમાં એક જ પરિવારના 18 લોકોના ડૂબી જવાથી મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સ્...
Jun 28, 2025
કેનેડા સરકારે ચીની કંપની હિકવિઝનને તેની તમામ કામગીરી બંધ કરવા આદેશ આપ્યો
કેનેડા સરકારે ચીની કંપની હિકવિઝનને તેની...
Jun 28, 2025
અમેરિકામાં જન્મનાર દરેક બાળક અમેરિકાનું નાગરિક ગણાશે નહીં, ટમ્પે ફેરફાર કર્યો
અમેરિકામાં જન્મનાર દરેક બાળક અમેરિકાનું...
Jun 28, 2025
Trending NEWS

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025
28 June, 2025
28 June, 2025
28 June, 2025

28 June, 2025