એશિયા કપમાં ધમાકેદાર જીત બાદ હવે ભારત-વેસ્ટઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સીરિઝ, પહેલી મેચ અમદાવાદમાં

September 29, 2025

એશિયા કપ 2025નો શાનદાર અંત આવ્યો છે. ભારતીય ટીમે પાકિસ્તાન ક્રિકેટ ટીમને 5 વિકેટથી હરાવી 9મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. આ જીત બાદ, દેશભરમાં ઉજવણીનો માહોલ છે, હવે ચાહકો ભારતની આગામી મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેથી, અમે તમને ભારતના શેડ્યૂલ અને તેઓ કોની સામે રમશે તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

એશિયા કપમાં રમ્યા પછી, ભારતીય ક્રિકેટ ટીમ ફરી એકવાર રેડ બોલ પર પાછા ફરશે. ભારતે છેલ્લે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમી હતી, જેમાં 2-2ની મજબૂત ડ્રો રહી હતી. પરંતુ હવે, ભારત લાંબા સમય પછી ઘરઆંગણે ટેસ્ટ મેચ રમવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. ભારતીય ટીમ હવે વેસ્ટ ઇન્ડીઝ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે.

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, એન જગદીસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, કુલદીપ યાદવ.

વેસ્ટ ઈન્ડિઝની ટીમઃ રોસ્ટન ચેઝ (કેપ્ટન), જોમેલ વોરિકન (વાઈસ-કેપ્ટન), કેવલન એન્ડરસન, એલિક એથાનાસે, જોન કેમ્પબેલ, તેગનનારાયણ ચંદ્રપોલ, જસ્ટિન ગ્રીવ્સ, શાઈ હોપ, ટેવિન ઇમલાચ, અલ્ઝારી જોસેફ, શમર જોસેફ, બ્રેન્ડન કિંગ, એન્ડરસન ફિલિપ, ખેરી પિયરે, જેડન સીલ્સ.

મેચનું શિડ્યુલ

1. ભારત vs વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ ટેસ્ટઃ 2-6 ઓકટોબર-અમદાવાદ

2. ભારત vs વેસ્ટ ઈન્ડિઝ બીજી ટેસ્ટઃ 10-14 ઓક્ટોબર-દિલ્હી