અમદાવાદ પ્લેન ક્રેશઃ 62 DNA મેચ થયા, 35 મૃતદેહો પરિવારને સોંપાયા
June 15, 2025

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે રાહત-બચાવની કામગીરી કરાઈ રહી છે. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ ક્રેશ થઈ હતી, જેમાં 279 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટના પછી ડીએનએ સેમ્પલ લઈને મૃતદેહોની ઓળખ શરૂ કરાઈ હતી, જે અંતર્ગત અત્યાર સુધી 25 મૃતદેહો તેમના પરિવારનો સોંપાયા છે. ડીએનએ સેમ્પલિંગ માટે 12 ટીમ શિફ્ટ મુજબ કાર્યરત છે. બીજી તરફ, મૃતક મુસાફરોના કાયદેસરના વારસદારોને વીમા-દાવાની ચૂકવણી કરવા માટે પણ હેલ્પ ડેસ્ક શરૂ કરાયા છે. આ માટે નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરાઈ છે.
પ્લેન ક્રેશની આ દુર્ઘટનામાં મોટા ભાગના મૃતદેહો બળી ગયા હતા. આ કારણસર મૃતદેહોની ઓળખ માટે ડીએનએ સેમ્પલિંગનું કામ શરૂ કરાયું છે. આ માટે કુલ 12 ટીમ શિફ્ટ મુજબ કાર્યરત છે, તેમના દ્વારા ડીએનએ મેચિંગની કાર્યવાહી કરાઈ રહી છે. આ ઉપરાંત અસરગ્રસ્તોના સગા સાથે સંકલન કરીને કાઉન્સેલિંગ પણ કરાઈ રહ્યું છે.
હાલ મુસાફરો તથા સ્થાનિક રહેવાસીઓના સગા-સંબંધીના કુલ 250 બ્લડ સેમ્પલ લેવાયા છે, જે પૈકી 62 ડીએનએ મેચ થયા છે. આ પ્રક્રિયા અંતર્ગત અત્યાર સુધી ડીએનએ મેચ કરીને 35 મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. હવે ફક્ત 3 મુસાફરોના સગા-સંબંધીના સેમ્પલ લેવાના બાકી છે કારણ કે, તેઓ યુ.કે.માં રહે છે. તેઓ આગામી બે-ત્રણ દિવસમાં સેમ્પલ આપવા આવશે.
અમદાવાદ પ્લેન ક્રેશઃ 62 DNA મેચ થયા, 35 મૃતદેહો પરિવારને સોંપાયા, ડીએનએ સેમ્પલિંગ માટે 12 ટીમ કાર્યરત 2 - image
આ સમગ્ર કામમાં આરોગ્ય વિભાગ દ્વારા ટ્રોમા સેન્ટરમાં 100 આરોગ્ય કર્મચારી સહિત 855થી વધુ હેલ્થ સ્ટાફને રાહત-બચાવ કાર્યમાં જોડવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના નિયમિત સ્ટાફ ઉપરાંત વધારાના સ્ટાફ તરીકે આ મેનપાવર કાર્યરત કરાયો છે.
Related Articles
સુરતમાં ગાંજાના પૈસા બાબતે પ્રેમિકાની ગળેટૂંપો દઈ હત્યા કરનારો આરોપી 20 વર્ષે ઝડપાયો
સુરતમાં ગાંજાના પૈસા બાબતે પ્રેમિકાની ગળ...
Jul 11, 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 15 મૃતદેહો મળ્યા, સર્ચ ઓપરેશન યથાવત, તપાસ કમિટી રચાઈ
ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 15 મૃ...
Jul 10, 2025
વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબક્યાં, 3નાં મોત
વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં...
Jul 09, 2025
અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે AAIBએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો
અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે AAIBએ પ...
Jul 08, 2025
અમદાવાદ બન્યું 'ખાડાવાદ': પાલડી,નારણપુરા, નવરંગપુરા, નવાવાડજ સહિત અમદાવાદમાં 1600થી વધુ ખાડા
અમદાવાદ બન્યું 'ખાડાવાદ': પાલડી,નારણપુરા...
Jul 08, 2025
કંડલાના દીનદયાળ પોર્ટ નજીક કેમિકલ ઓફ-લોડ કરી પરત જતા જહાજમાં વિસ્ફોટ, 21 ક્રૂ સવાર હતા
કંડલાના દીનદયાળ પોર્ટ નજીક કેમિકલ ઓફ-લોડ...
Jul 07, 2025
Trending NEWS

09 July, 2025

09 July, 2025
09 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025