બેંગ્લોરમાં બાઈક સવારનો એરફોર્સના ફાઈટર પાઈલટ અને તેમની પત્ની પર હુમલો
April 22, 2025

દેશમાં આઈટી સિટીના નામથી જાણીતા બેંગ્લુરૂમાં એક શરમજનક ઘટના સામે આવી છે. ભારતીય વાયુસેનાના એક ફાઈટર પાયલટ સાથે અહીં મારપીટ કરાઈ છે. પાયલટના પત્ની સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ફાઈટલ પાઈલટ ગંભીર રીતે ઘાયલ થયાં છે. તેમને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. કેટલાક બાઈક સવાર લોકોએ ફાયટર પાઈલટ પર પાછળથી હૂમલો કર્યો હતો. ચાવીઓના ગુચ્છાથી તેમના ચહેરા પર વાર કર્યો હતો. પીડિત પાઈલટે આ ઘટનાનો વીડિયો તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે.
વાયુસેનાના પાઈલોટે શેર કરેલો વીડિયો વાયરલ થતાં જ પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો હતો. પોલીસ તાત્કાલિક આરોપીઓને પકડવા માટે સક્રિય થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના રોડ રેજની છે. પીડિત ફાઈટર પાઈલટ વિંગ કમાન્ડર આદિત્ય બોઝે કહ્યું હતું કે, રવિવારે સાંજે તેઓ પત્ની સ્કવોડ્રન લીડર મધુમિતા સીવી રમન સાથે એરપોર્ટ જઈ રહ્યાં હતાં. આ દરમિયાન કેટલાક લોકોએ તેમની ગાડીને પીછો કરીને રોકી લીધી હતી. તેઓ કંઈ સમજે તે પહેલા જ આરોપીઓએ તેમની પર હૂમલો કરી દીધો હતો.
પીડિત ફાઈટર પાઈલટે કહ્યું હતું કે, એક બાઈક સવારે તેમની ગાડીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું અને કન્નડ ભાષામાં ગાળો બોલતા હતાં. ગાડીને ઓવરટેક કરીને રોકી લીધી હતી. તેમણે કહ્યું હતું કે, તેમની ગાડી પર ડીઆરડીઓનું સ્ટીકર લાગેલુ છે. તેને જોઈને આ લોકો ઉગ્ર થઈ ગયા હતા અને ગાળો બોલવા માંડ્યા હતાં. આ આરોપીઓએ પાઈલટની પત્ની સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો.
Related Articles
'65 લાખ જ નહીં, બે કલાકમાં 116 લાખ મત પડી શકે', રાહુલ ગાંધીના આરોપ પર ચૂંટણી પંચનો વળતો જવાબ
'65 લાખ જ નહીં, બે કલાકમાં 116 લાખ મત પડ...
Apr 22, 2025
'યા હબીબી, યા હબીબી... બોલીને મોહમ્મદ બિન સલમાનને મળશે પીએમ મોદી', ઓવૈસીના પ્રહાર
'યા હબીબી, યા હબીબી... બોલીને મોહમ્મદ બિ...
Apr 22, 2025
જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલો, એકનું મોત, ચાર ઘાયલ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતં...
Apr 22, 2025
પુલ કૂદાવી નદીમાં પડી કાર, આઠ લોકોના કરૂણ મોત: મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના
પુલ કૂદાવી નદીમાં પડી કાર, આઠ લોકોના કરૂ...
Apr 22, 2025
જેડી વાન્સે પરિવાર સાથે આમેર કિલ્લો, હવા મહેલની મુલાકાત લીધી
જેડી વાન્સે પરિવાર સાથે આમેર કિલ્લો, હવા...
Apr 22, 2025
ખુબજ મુશ્કેલીમાં વિતાવ્યુ બચપન,ધીરેન્દ્ર શાસ્ત્રીએ યાદો વાગોળી
ખુબજ મુશ્કેલીમાં વિતાવ્યુ બચપન,ધીરેન્દ્ર...
Apr 22, 2025
Trending NEWS

21 April, 2025

21 April, 2025

21 April, 2025

21 April, 2025

21 April, 2025

21 April, 2025

21 April, 2025

21 April, 2025

21 April, 2025

21 April, 2025