દસ વર્ષના ગેપ બાદ ઈમરાને નવી ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું

April 21, 2025

મુંબઈ: ઈમરાને દસ વર્ષના ગેપ બાદ નવી ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું છે. છેલ્લે તે ૨૦૧૫માં રીલિઝ થયેલી ફિલ્મ 'કટ્ટીબટ્ટી'માં દેખાયો હતો. હવે તેણે  સીધી ઓટીટી પર રજૂ થનારી એક રોમાન્ટિક  કોમેડી માટે શૂટિંગ શરુ કર્યું છે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર તેની   હિરોઈન છે.  ડેનિશ અસ્લમ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર આગામી વર્ષે રીલિઝ થાય તેવી જાહેરાત છે. ઈમરાન લાંબા સમયથી બોલીવૂડથી અળગો થઈ ગયો હતો. જોકે, છેલ્લા કેટલાક મહિનાઓથી તેણે પોતે ફરી ફિલ્મોમાં પુનરાગમન કરી રહ્યો હોવાના સંકેતો એકથી વધુ વાર આપ્યા હતા.