હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ, 2018માં ઉપવાસ આંદોલનને લઇને નોંધાયો હતો ગુનો

September 10, 2025

પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા એક ગુનાના સંદર્ભમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ કર્યું છે. કોર્ટની મુદ્દતોમાં વારંવાર ગેરહાજર રહેવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસ વર્ષ 2018માં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન દરમિયાન નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં હાર્દિક પટેલ, ગીત પટેલ અને કિરણ પટેલ સહિત કુલ ત્રણ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

અગાઉ પણ પાટીદાર આંદોલન સંબંધિત કેસોમાં હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ ઇશ્યૂ થઈ ચૂક્યા છે.  કોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવતા હવે પોલીસ દ્વારા હાર્દિક પટેલ અને અન્ય બે આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.