ધર્મેન્દ્રની તબિયત સ્થિર: હેમાએ કહ્યું- હું નબળી રહીશ તો જવાબદારી કોણ નિભાવશે? સની દેઓલ મીડિયા પર ભડક્યો
November 13, 2025
બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્રને બુધવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરીને બોબી દેઓલ ઘરે લઈ ગયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પરિવારે અભિનેતાની તબિયત સ્થિર અને પહેલા કરતા સારી હોવાની સત્તાવાર જાણ કરી છે, પરંતુ હેમા માલિનીએ સ્વીકાર્યું છે કે તેમના માટે છેલ્લા કેટલાક દિવસો ખૂબ મુશ્કેલ રહ્યા છે. તેમજ સની દેઓલ પણ મીડિયા પર ભડક્યો હતો જેનો એક વીડિયો સામે આવ્યો છે.
હેમા માલિનીએ સુભાષ કે ઝાને આપેલા ઇન્ટરવ્યૂમાં ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે વાત કરી. તેમણે કહ્યું કે, 'મારા માટે આ સમય સરળ નથી. ધરમજીનું સ્વાસ્થ્ય અમારા બધા માટે ખૂબ મોટી ચિંતાનો વિષય છે. તેમના બાળકો ઊંઘ્યા નથી. હું નબળી પડી શકું તેમ નથી. ઘણી જવાબદારીઓ છે, પરંતુ હું ખુશ છું કે તેઓ ઘરે પાછા આવી ગયા છે. તેઓ હોસ્પિટલમાંથી બહાર છે, એ જાણીને અમારી ચિંતા ઓછી થઈ છે. તેમને તેમના પ્રેમ કરનારા લોકોની આસપાસ રહેવાની જરૂર છે. બાકી તો બધું ઉપરવાળાના હાથમાં છે.'
સની દેઓલે પોતાના ઘરેથી બહાર નીકળી રહ્યો હતો. આ દરમિયાન એક્ટરે જોયું કે સામે ઊભેલા ફોટોગ્રાફર્સ તેનો વીડિયો બનાવી રહ્યા હતા. આ હરકત પર સની દેઓલ ભડક્યો. અભિનેતાએ હાથ જોડીને પેપ્સને કહ્યું, 'તમને લોકોને શરમ આવવી જોઈએ. તમારા ઘરમાં પણ મા-બાપ છે, બાળકો છે અને તમે વીડિયો બનાવ્યે જ જાવ છો. શરમ નથી આવતી!'
ઉલ્લેખનીય છે કે, મંગળવારે ધર્મેન્દ્રના નિધનની અફવાઓ ફેલાઈ હતી, જે પછી હેમા માલિનીએ પોસ્ટ શેર કરીને બધાને ફટકાર લગાવી હતી. તેમણે લખ્યું હતું કે, 'જે થઈ રહ્યું છે તે માફ કરવા યોગ્ય નથી! જવાબદાર ચેનલો કેવી રીતે એવા વ્યક્તિ વિશે ખોટા સમાચાર ફેલાવી શકે છે, જે સારીરીતે રિકવર કરી રહ્યા છે અને ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે? આ અત્યંત અનાદરપૂર્ણ અને બિનજવાબદાર વર્તન છે. કૃપા કરીને પરિવાર અને તેમની ગોપનીયતાનું સન્માન કરો.'
Related Articles
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સિંહને ભારે પડી, વિવાદ વકરતા હાથ જોડીને માફી માંગી!
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સ...
Dec 02, 2025
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હેમામાલિનીએ જણાવ્યું ઉતાવળમાં ધર્મેન્દ્રની અંત્યેષ્ટિ કરવાનું કારણ
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હે...
Dec 01, 2025
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આધારિત હશે
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આ...
Nov 29, 2025
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દીકરીઓની ગેરહાજરીની ચર્ચા
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દ...
Nov 29, 2025
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના પરિવારને વાંધો
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના...
Nov 29, 2025
Trending NEWS
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
02 December, 2025
02 December, 2025