દિલ્હી જ નહીં 4 મોટા શહેરોમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો હતો પ્લાન! તપાસ બાદ મોટો ખુલાસો
November 13, 2025
દિલ્હી : દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટ કેસની તપાસમાં સતત મોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, તપાસ એજન્સીઓએ મહત્ત્વપૂર્ણ માહિતીનો પર્દાફાશ કર્યો છે. આતંકીઓની યોજના માત્ર દિલ્હી જ નહીં પરંતુ અન્ય ચાર શહેરોમાં આતંક મચાવવાની હતી. લગભગ આઠ શંકાસ્પદ આતંકીઓએ ચાર શહેરોમાં સિરિયલ બ્લાસ્ટ કરવાનો પ્લાન હતો.
અહેવાલો અનુસાર, આ આઠ શંકાસ્પદોએ ચાર અલગ અલગ શહેરોમાં હુમલો કરવાની યોજના બનાવી હતી. આ હેતુ માટે ચાર ગ્રુપ બનાવવામાં આવ્યા હતા, જેમાં દરેકમાં બે સભ્યો હતા. દરેક ગ્રુપ પાસે અનેક ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) વહન કરવાના હતા. બધી ટીમો ચાર શહેરોમાં એક સાથે બોમ્બ વિસ્ફોટ કરવાના હતા. સુરક્ષા એજન્સીઓ હવે આ શંકાસ્પદોની પ્રવૃત્તિઓ અને નેટવર્કની તપાસ કરી રહી છે.
10મી નવેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ મામલે પોલીસ અને ફોરેન્સિક ટીમે પુષ્ટિ કરી છે કે હ્યુન્ડાઈ i20 કારમાં વિસ્ફોટક હતો અને તે કારમાં આતંકી ડૉક્ટર ઉમર નબી ઉર્ફે ઉમર મોહમ્મદ જ સવાર હતો. કારના કાટમાળ પર મળેલા DNAના આધારે આતંકી ઉમર નબીની પુષ્ટિ થઈ છે, તેના સેમ્પલ તેના પરિવાર સાથે 100 ટકા મેચ થયા છે. જે બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ બ્લાસ્ટ ઉમર નબીએ જ કર્યો હતો જેના કારણે 12 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો જ્યારે 20 ઈજાગ્રસ્ત થયા.
ઉલ્લેખનીય છે કે, બુધવારે (12મી નવેમ્બર) દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઑન સિક્યુરિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ સરકારે દિલ્હી કાર બ્લાસ્ટની ઘટનાને આતંકવાદી હુમલો માન્યો છે. NIA દ્વારા સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે.
Related Articles
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026