'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
October 09, 2026
દિલ્હી ƒ દિલ્હીના જંતર-મંતર પર 10 ઑક્ટોબરે CJP તરફથી યોજાનારા પ્રસ્તાવિત પ્રદર્શનને મંજૂરી મળી નથી. દિલ્હી પોલીસે પ્રદર્શનની માંગ ફગાવી દીધી છે. બીજી તરફ, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને 9 ઑક્ટોબરે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વડાઓને (DGP) પત્ર લખીને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાના નિર્દેશ આપ્યા છે.
નવી દિલ્હી જિલ્લાના DCP તરફથી CJPના પદાધિકારીઓને મોકલવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સંગઠને 10 ઑક્ટોબરે સવારે 10 વાગ્યાથી દિવસ પૂરો થાય ત્યાં સુધી જંતર-મંતર પર પ્રદર્શનનો પ્રસ્તાવ મૂક્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સંગઠન તરફથી મોકલવામાં આવેલો પત્ર નક્કી કરાયેલી પ્રક્રિયા હેઠળ મંજૂરી માટેની અરજી નહોતો. નિયમો મુજબ, જંતર-મંતર પર કોઈ કાર્યક્રમ યોજવા માટે ઓછામાં ઓછા 10 દિવસ પહેલા અરજી કરવી જરૂરી છે.
પોલીસના પત્રમાં જણાવવામાં આવ્યું છે કે સંગઠન અને તેનાથી જોડાયેલા લોકોના ભૂતકાળના કાર્યક્રમોમાં કાનૂની સૂચનાઓનું પાલન ન થવાની ઘટનાઓ સામે આવી હતી. પત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, પહેલા અન્ય રાજ્યોમાંથી લોકોને દિલ્હી લાવવા દરમિયાન કાયદો અને વ્યવસ્થા પ્રભાવિત થઈ હતી, અને સરકારી તથા ખાનગી મિલકતોને નુકસાન પહોંચ્યું હતું. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, નવી દિલ્હી જિલ્લામાં વિવિધ સંગઠનો દ્વારા મોટી સંખ્યામાં લોકોને એકઠા કરવાની માહિતી મળી રહી છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે, આવા આયોજનોથી સુરક્ષા વ્યવસ્થા, કાયદો-વ્યવસ્થા અને વાહનવ્યવહાર (ટ્રાફિક) પ્રભાવિત થઈ શકે છે. આ જ આધારે CJP ના પ્રસ્તાવિત પ્રદર્શનને પરવાનગી આપવામાં આવી નથી.
Related Articles
દિવાળીના 3 દિવસમાં 108 એમ્બ્યુલન્સને મળ્યા 18,513 કોલ્સ: રાજ્યમાં 3,785 અકસ્માત, અમદાવાદમાં મારામારીના સૌથી વધુ કેસ
દિવાળીના 3 દિવસમાં 108 એમ્બ્યુલન્સને મળ્...
Nov 12, 2026
ઇસરોનો એનવીએસ-03 સેટેલાઇટ આકાશમાં 36,196 કિ.મી.ની ભ્રમણકક્ષામાં ગોઠવાયો
ઇસરોનો એનવીએસ-03 સેટેલાઇટ આકાશમાં 36,196...
Nov 08, 2026
'ઈમરજન્સી એ મોટી ભૂલ હતી, અહેસાસ થતાં ઈન્દિરાજીએ માફી માંગી હતી : સોનિયા ગાંધી
'ઈમરજન્સી એ મોટી ભૂલ હતી, અહેસાસ થતાં ઈન...
Nov 08, 2026
સિંગાપોરથી ભાણિયાના લગ્ન માટે આવેલા પરમજીતની પાર્કિંગ વિવાદમાં હત્યા
સિંગાપોરથી ભાણિયાના લગ્ન માટે આવેલા પરમજ...
Nov 08, 2026
'40-50 વર્ષે નક્સલવાદ મુક્ત ભારતની પહેલી દિવાળી', બસ્તરમાં મોદીનો દાવો
'40-50 વર્ષે નક્સલવાદ મુક્ત ભારતની પહેલી...
Nov 08, 2026
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા ઇરાનની મંજૂરી
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી...
Nov 04, 2026
Trending NEWS
08 November, 2026
08 November, 2026
07 November, 2026
07 November, 2026
06 November, 2026
05 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026