મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
October 09, 2026
નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી અને ક્લાર્ક સંવર્ગના વિવિધ સળગતા પ્રશ્નો અંગે ચાલી રહેલા રાજ્યવ્યાપી આંદોલનનો અંતે ઉકેલ આવ્યો છે. સરકાર સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ 'ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ' દ્વારા આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચવાની જાહેરાત કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે. આ નિર્ણયથી છેલ્લા કેટલાક દિવસોથી દાખલા અને પ્રમાણપત્રો માટે પરેશાન થઈ રહેલા લાખો અરજદારો અને વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે
ગાંધીનગર ખાતે પ્રવક્તા મંત્રી, મહેસૂલ રાજ્ય મંત્રી અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી. જેમાં મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ જામસંગભાઈ પરમાર સહિતના પ્રતિનિધિમંડળે પડતર માંગણીઓ અંગે વિગતવાર રજૂઆતો કરી હતી. બેઠક બાદ માહિતી આપતાં પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે કર્મચારીઓના પ્રશ્નો અંગે હકારાત્મક વલણ અપનાવી તમામ વ્યાજબી માંગણીઓનો ઝડપી ઉકેલ લાવવા ખાતરી આપી છે. મહેસૂલ રાજ્ય મંત્રીએ પણ ઉમેર્યું હતું કે સામાન્ય નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે તે હેતુથી આ વાટાઘાટો યોજવામાં આવી હતી. જેમાં સરકાર તરફથી મળેલી ખાતરી બાદ મહામંડળના પ્રમુખે આંદોલન મોકૂફ રાખવાની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રજૂ કરવામાં આવેલા પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલતા દાખવી બાંહેધરી આપવામાં આવી હોવાથી આંદોલન સમેટી લેવાનો નિર્ણય કરાયો છે. આ સાથે જ રાજ્યભરની મામલતદાર કચેરીઓમાં સરકારી કામગીરી પુનઃ પૂર્વવત થઈ જશે. તેવી આશા સેવાઈ રહી છે.
Related Articles
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
Trending NEWS
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026
06 October, 2026
05 October, 2026
05 October, 2026