ભારતી આશ્રમના મહાદેવગીરી બાપુ ફરી અચાનક ગુમ, સાણથલી ગામેથી ઘર છોડીને ચાલ્યા જતાં ખળભળાટ
November 11, 2025
ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવગીરી બાપુ ફરી એકવાર અચાનક ગુમ થઈ જતાં ચકચાર મચી ગઈ છે. જસદણના સાણથલી ગામે પોતાના પરિવાર સાથે રહેતા મહાદેવ ભારતી વહેલી સવારે કોઈને પણ જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયા હતા, જેના પગલે પરિવારજનોમાં ફરી ચિંતાના વાદળો છવાયા છે. ઉલ્લેખનીય છે કે મહાદેવગીરી બાપુએ થોડા દિવસો પહેલાં જ એક સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે આશ્રમના આંતરિક ડખા અને વિવાદો અંગે ચોંકાવનારા આક્ષેપ કર્યા હતા. આ નોટ લખીને તેઓ ગુમ થઈ ગયા હતા. આ ઘટના બાદ પોલીસે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેઓ ઈટાવા ઘોડી વિસ્તારમાંથી અશક્ત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તુરંત તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં સારવાર લીધા બાદ તેમને રજા આપવામાં આવી હતી. આ સમગ્ર વિવાદ દરમિયાન ભારતી આશ્રમના ગુરુ હરિહરાનંદબાપુએ મહાદેવગીરી બાપુ સામે કડક પગલાં લેતા તેમને તમામ હોદ્દા પરથી હટાવી દીધા હતા. એટલું જ નહીં, રાજ્યના કોઈપણ ભારતી આશ્રમમાં તેમના પ્રવેશ પર મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મહાદેવ ભારતી પોતાના પરિવાર સાથે રહેવા માટે જસદણના સાણથલી ગામે ગયા હતા. જોકે, પરિવાર સાથે માત્ર બે દિવસ રહ્યા બાદ જ તેઓ આજે વહેલી સવારે ફરીથી રહસ્યમય સંજોગોમાં ઘરેથી નીકળી જતાં પરિવારજનો ચિંતાતુર બન્યા છે અને તેમની શોધખોળ શરુ કરી છે.
Related Articles
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમ...
May 09, 2026
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક...
May 09, 2026
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 71% પુરુષો, 30% બનાવ માત્ર 4 મહાનગરોમાં
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત...
May 09, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી...
May 09, 2026
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એક મહિનામાં આવશે ફાઈનલ તપાસ રિપોર્ટ
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન...
May 08, 2026
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 ક...
May 06, 2026
Trending NEWS
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026