Breaking News :
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની તપાસનો ધમધમાટ: દિલ્હી-હરિયાણા સહિત 5 રાજ્યોમાં દરોડા, SMCની 16 ટીમો મેદાને પટનામાં વિદ્યાર્થી આંદોલન 12મા દિવસે : ગાંધી મેદાનથી CM આવાસ સુધી માર્ચ, 14 સંગઠનો અને RJDનું સમર્થન બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મેચ ફિક્સિંગથી બચાવવા પસંદગીકારોને નવી જવાબદારી સોંપી શોપિયાંમાં નાકા ચેકિંગ દરમિયાન 2 હેન્ડ ગ્રેનેડ, હિઝબુલના 5 પોસ્ટરો મળ્યા, 3 શંકાસ્પદોની ધરપકડ નવી દિલ્હીમાં જાપાની રોકાણકારો સાથે બેઠક, ગોયલે ભારતની 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની યોજનાની જાણકારી આપી રાજસ્થાનમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી જંક ફૂડ પર પ્રતિબંધ, અધિકારીઓને માસિક નિરીક્ષણની જવાબદારી

અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણાની અસર: ક્રૂડ ઓઇલ 80 ડૉલર નીચે ગગડતાં શેરબજાર અને સોના-ચાંદીમાં મોટો ઉછાળો

June 22, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણાના સકારાત્મક સંકેતોને કારણે આજે શેરબજાર તેમજ સોના-ચાંદીની કિંમતોમાં ભારે તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને 80 ડૉલરની નીચે પહોંચી ગયા છે, જેના કારણે આગામી સમયમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તા થવાની શક્યતાઓ છે. આ ઉપરાંત ડૉલર સામે રૂપિયામાં પણ મજબૂતી જોવા મળી છે અને તે 95ના સ્તરથી નીચે ટ્રેડ થઈ રહ્યો છે.

નવા અઠવાડિયાના પહેલા જ દિવસે શેરબજારમાં શાનદાર ઉછાળો નોંધાયો હતો. શુક્રવારે 76,802.90 પોઈન્ટ પર બંધ થયેલો સેન્સેક્સ આજે 447 પોઈન્ટ વધીને 77,249.27 પોઈન્ટની સપાટીએ પહોંચી ગયો હતો. બીજી તરફ નિફ્ટીમાં પણ 135 પોઈન્ટનો વધારો નોંધાયો હતો. શુક્રવારે 24,013ની સપાટીએ બંધ થયેલો નિફ્ટી આજે ઉછળીને 24,148ના લેવલ પર પહોંચ્યો હતો. મોટાભાગના શેર્સમાં તેજી આવવાથી રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

શેરબજારની સાથે કોમોડિટી બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ વધ્યા છે. શુક્રવારે 2,33,185 રૂપિયા પર બંધ થયેલી ચાંદી આજે શરૂઆતમાં 3921 રૂપિયા ઉછળીને 2,37,106ના લેવલે પહોંચી હતી અને ત્યારબાદ તે 2,35,377 પર ટ્રેડ થઈ રહી હતી. બીજી તરફ સોનું 784 રૂપિયાના ઉછાળા સાથે 1,47,987 રૂપિયાના સ્તરે પહોંચ્યું હતું. બજારના તાજા આંકડા મુજબ ક્રૂડ ઓઇલ 1.24 ડૉલર તૂટીને 78.81 ડૉલરે ચાલી રહ્યું છે, જ્યારે ડૉલર સામે રૂપિયો 94.53 ના સ્તરે છે.