આકાશથી સમુદ્ર સુધી તાઇવાન ઘેરાયું, ચીનના ફાઇટર જેટ્સ અને યુદ્ધ જહાજો તૈનાત
June 21, 2026
બેઈજીંગ ઃ ઈરાન-અમેરિકા અને ઈઝરાયલ-લેબેનોન વચ્ચે યુદ્ધ શાંત પડ્યા બાદ હવે ચીન-તાઈવાન વચ્ચે યુદ્ધ થવાના વાદળો ઘેરાઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ, તાઈવાનની આસપાસ ચીનની સૈન્ય ગતિવિધિઓ સતત વધી રહી છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયના દાવા મુજબ છેલ્લા બે દિવસમાં તાઈવાનની આસપાસ ચીનના 17 યુદ્ધ જહાજો અને 26 ફાઈટર પ્લેન જોવા મળ્યા છે, આમાંથી કેટલાક વિમાનો તાઈવાન પણ ઘૂસ્યા હતા. મંત્રાલયે કહ્યું કે, શનિવાર (20 જૂન) બાદ આજે રવિવારે (21 જૂન) પણ તાઈવાનની આસપાસ ચીનના બે સૈન્ય વિમાનો, 8 યુદ્ધ જહાજો અને 4 સરકારી જહાજો જોવા મળ્યા છે. તાઈવાની સેના પણ ચીનની તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે અને વળતો જવાબ આપવાની તૈયારી પણ કરી લીધી છે. જો છેલ્લા 21 દિવસની વાત કરીએ તો, ચીની વિમાનોના 177 વખત, યુદ્ધ જહાજોના 156 વખત અને સરકારી જહાજોના 84 વખત તાઈવાનની આસપાસ આટાફેરા જોવા મળ્યા હોવાનો મંત્રાલયે દાવો કર્યો છે.
તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી આપી છે કે, ‘રવિવારે સવારે 8.10 કલાકે પીપુલ્સ લિબરેશન આર્મીના વિવિધ પ્રકારના 21 વિમાનો અને પીપુલ્સ લિબરેશન આર્મી નેવી (PLAN)ના આઠ જહાજો તાઈવાનની આસપાસ સક્રિય જોવા મળ્યા છે. આમાંથી 19 વિમાનો તાઈવાનના એર ડિફેન્સ આઈડેન્ટિફિકેશન ઝોન (ADIZ)ના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં પ્રવેશ્યા હતા અને લાંબા અંતરની ઉડાન ભરીને પશ્ચિમ પ્રશાંત મહાસાગર તરફ આગળ વધ્યા હતા. તાઈવાનની સશસ્ત્ર સેનાઓ આ સંપૂર્ણ ઘટનાક્રમ પર સતત નજર રાખી રહી છે.
Related Articles
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર, સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદ...
Sep 22, 2026
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટાની આફત થઈ જશે..', ટ્રમ્પને કોણે ચેતવ્યા?
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટા...
Sep 22, 2026
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપિયન દેશોનું સમર્થન, ન્યૂયોર્કમાં V4 બેઠકથી વધ્યું બળ
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપ...
Sep 22, 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર ફાયરિંગ કરી બંદૂકની અણીએ મંત્રીનું અપહરણ, ટાયરો સળગાવી ચક્કાજામ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026