સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદીની કિંમતો પણ ઉછળી, ક્રૂડ ઓઇલમાં કડાકાનો દોર, ડૉલર સામે રૂપિયો 95 નીચે
June 22, 2026
આજે શેરબજારમાં અને સોના-ચાંદીની કિંમતોમાં હરિયાળી જોવા મળી રહી છે. જ્યારે ક્રૂડ ઓઇલની કિંમતો પણ 80 ડૉલરની નીચે તો ડૉલર સામે રૂપિયો 95ના લેવલ નીચે ચાલી રહ્યો છે જે એક સારા સંકેત માનવામાં આવી રહ્યા છે. ક્રૂડ ઓઇલના ભાવ નીચા રહેવાથી આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાના સારા સંકેત મળી રહ્યા છે.
શેરબજારમાં વેપારના નવા અઠવાડિયાની શરૂઆતના દિવસ સોમવારે સેન્સેક્સમાં આજે શાનદાર ઉછાળો નોંધાયો છે. સેન્સેક્સ જે શુક્રવારે 76,802.90 પોઈન્ટ પર બંધ થયો હતો તે આજે 77,249.27 પોઈન્ટ સુધી પહોંચી ગયો હતો એટલે કે આજે સેન્સેક્સમાં કુલ 447 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો.
જ્યારે નિફ્ટીની વાત કરીએ તો જે શુક્રવારે 24,013ની સપાટીએ ક્લૉઝ થયો હતો, તે આજે ઉછળીને 24,148ના હાઈ લેવલ સુધી પહોંચી ગયો હતો. આજે નિફ્ટીમાં કુલ 135 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. જેના કારણે રોકાણકારો ખુશખુશાલ દેખાયા હતા અને મોટાભાગના સ્ટૉક્સમાં તેજી નોંધાઈ હતી.
બીજી બાજુ કોમોડિટીના વાયદા બજારમાં પણ તેજી નોંધાઈ. શુક્રવારે ચાંદીની કિંમતો 2,33,185 પર બંધ થઇ હતી જે આજે 2,37,106ના લેવલે પહોંચી ગઈ હતી. એટલે કે ચાંદીમાં આજે કુલ એક જ દિવસમાં 3921 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો જે બાદ તે ઘટીને 2200 રૂપિયાના ઉછાળા સાથે 2,35,377ના લેવલે ટ્રેડ થઇ રહી હતી. જ્યારે સોનાની વાત કરીએ તો સોનું જે શુક્રવારે 1,47,203 રૂપિયાએ ક્લૉઝ થયું હતું તે આજે વધીને 1,47,987 રૂપિયાના લેવલે પહોંચ્યું હતું. એટલે કે સોનામાં આજે એક જ દિવસમાં 784 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણાને લીધે ક્રૂડ ઓઇલના ભાવ 80 ડૉલરથી નીચે જ રહ્યા છે. આજનો ક્રૂડ ઓઇલનો ભાવ 78.81 ડૉલરે ચાલી રહ્યો છે જે 1.24 ડૉલર તૂટી ગયો છે. જ્યારે બીજી બાજુ ડૉલર સામે રૂપિયો પણ હાલ 95ના લેવલ નીચે છે જે 94.53 ના સ્તરે ટ્રેડ થઇ રહ્યો છે.
Related Articles
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ...
Sep 02, 2026
સોનું 4,000 અને ચાંદી 9,000 રૂપિયા સસ્તી થઈ! યુએસ ફેડરલ રિઝર્વના આ એક નિવેદનથી બજાર ધ્રૂજ્યું
સોનું 4,000 અને ચાંદી 9,000 રૂપિયા સસ્તી...
Aug 29, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026