Breaking News :
ભાવનગર નકલી દારૂકાંડ: મધ્ય પ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા, કુલ 27ની થઈ ધરપકડ તેલંગણામાં ઓવરડોઝ આપી માતા-પિતાની હત્યા કરનાર નર્સનો હોસ્ટેલમાં આપઘાત, ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં હત્યાનું ષડયંત્ર રચ્યું દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર : 2300થી વધુ કેસ નોંધાયા, આરોગ્ય મંત્રીએ હાઇ-લેવલ બેઠક બોલાવી બિહારમાં ગંગાના પૂરનું સંકટ : ફરક્કા બેરેજના તમામ દરવાજા ખોલવા મુખ્યમંત્રીની બંગાળને અપીલ મહારાષ્ટ્રના પરભણીમાં નર્સિંગ પરીક્ષાનું પેપર લીક: વોટ્સએપ પર પ્રશ્નપત્ર વાયરલ કરવા મામલે સુપરવાઈઝર સહિત 4 લોકોની ધરપકડ ઓડિશાના દરિયાકાંઠે પનામાનું કાર્ગો જહાજ ડૂબતા 22 ક્રૂ મેમ્બર્સ લાપતા: 2 ચીની નાગરિકો બચાવાયા

ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકો દાઝ્યા, ફાયર બ્રિગેડે 70 જેટલા બાટલા બહાર કાઢ્યા

June 19, 2026

અમદાવાદ : અમદાવાદના ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સિલિન્ડર બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં ફાયર બ્રિગેડની ટીમે 70 જેટલા બાટલા બહાર કાઢી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી છે. આ દુર્ધટનામાં 3 લોકો દાઝ્યા હોવાનું જણાય છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં આરોગ્ય ભવન સામે ગેસ એજન્સીમાં ગેસના બાટલામાં લીકેજ હોવાના કારણે આગ ભીષણ આગ લાગી હતી. આગ લાગવાના કારણે સિલિન્ડર બ્લાસ્ટ થતાં દોડધામ મચી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ સ્થળ પર દોડી પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ધટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે આગ લાગવાના કારણે કેટલાક વાહનો બળીને ખાખ થયા હોવાનું જણાય છે.