જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા
June 21, 2026
અમરેલી, ગીર સોમનાથ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આટાફેર જોવા મળતા હોય છે. જેમાં સ્થાનિકો પર વન્ય પ્રાણીના હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમરેલીના જાફરાબાદ તાલુકાના બાબરકોટ રોડ બાઇક ચાલક અને રિક્ષા ચાલક પર હુમલા બાદ સિંહનું શંકાસ્પદ રીતે મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના જાફરાબાદ રેન્જ વનવિભાગ કચેરી નજીક બનતા વન વિભાગના અધિકારીઓ સ્થળે દોડી પહોંચ્યા હતા. સિંહને બેથી ત્રણ વખત આચકી આવ્યા બાદ વનવિભાગની નજર સામે જ રેસ્ક્યુ પહેલા સિંહનું મોત થયું હતું. હડકવાની અસર હોવાની વનવિભાગે આશંકા વ્યક્ત કરી છે, ત્યારે સિંહને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખસેડી ડૉક્ટર ટીમ દ્વારા મૃતક સિંહના સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરી છે. જાફરાબાદ તાલુકામાં બાબરકોટ રોડ પર એક સિંહે આતંક મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને લઈને નજીકમાં આવેલી જાફરાબાદ રેન્જ વનવિભાગની કચેરીના અધિકારી ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા.
બાબરકોટ રોડ પરથી પસાર થતાં વિશાલભાઈ બારૈયા નામના બાઈક ચાલક સિંહે હુમલો કર્યો હતો. જેમાં બાઈક ચાલકને સિંહે નખ મારતા સામાન્ય ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે રિક્ષા પાછળ સિંહે દોડી હુમલાનો પ્રયાસ કરતા રિક્ષા પલટી મારી ગઈ હતી. જો કે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી.
બાબરકોટ રોડ પર સિંહના આતંકને લઈને જાફરાબાદ રેન્જ વનવિભાગ કચેરીની ટીમ ઘટના સ્થળે પહોચી રોડ થોડીવાર માટે વાહન વ્યવહાર બંધ કર્યો હતો. વનવિભાગની ડૉક્ટર ટીમ દ્વારા સિંહને પકડવાની તૈયારી કરે તે પહેલા સિંહનું શંકાસ્પદ રીતે મોત થયું હતું. જેમાં સિંહને બેથી ત્રણ વખત આચકી આવ્યા બાદ અચાનક મોત થયું હતું. હડકવાની અસર હોવાની વનવિભાગને આશંકા છે,
Related Articles
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026