અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
September 22, 2026
અમદાવાદઃ હાથમાં ધજા, કપાળે તિલક અને મનમાં માતાજી પ્રત્યેની શ્રદ્ધા સાથે ભાદરવી પૂનમના મેળામાં અંબાજી દર્શન માટે ભાવિકોની પદયાત્રા શરૂ છે. અસરવા, વાડજ, વ્યાસવાડી, શાહપુર, ખોખરા, મણિનગર, ઓઢવ અને સાબરમતી સહિતના વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ અમદાવાદથી ગાંધીનગર અને હિંમતનગરના માર્ગે અંબાજી જઈ રહ્યા છે. રાત પડતાં જ બંને રૂટ પર ભક્તિનો માહોલ જોવા મળે છે. ભજન, ભોજન અને ભક્તિના સંગમ વચ્ચે ભાવિકો માતાજીના જય જયકાર સાથે આગળ વધી રહ્યા છે. પૂનમ નજીક અંબાજી પહોંચી દર્શન કરી આસો માસમાં શરૂ થતા નોરતાનું માતાજીને આમંત્રણ આપવાની ભાવના સાથે લોકો પદયાત્રા કરી રહ્યા છે.
શનિવારે અમદાવાદથી 50થી વધુ પદયાત્રા સંઘો રવાના થયા હતા. ભારદવાના આકરા તાપ અને વહેલી સવારની ઠંડી વચ્ચે પણ યાત્રા ચાલી રહી છે. કોઈ વડીલને વ્હીલચેરમાં બેસાડી તો કોઈ સંતાનને ખભે બેસાડી યાત્રા કરી રહ્યું છે. માર્ગમાં ક્યાંક વરસાદ તો ક્યાંક તાપ વચ્ચે જય જયકાર સંભળાઈ રહ્યો છે. વિવિધ સેવાભાવી સંસ્થાઓના કેમ્પ 24 કલાક ધમધમી રહ્યા છે.
ગાંધીનગર અને હિંમતનગર રૂટ પર દર 15 કિમીના અંતરે 7 દિવસ માટે સેવા કેમ્પ ઊભા કરાયા છે. અહીં ચા-નાસ્તો, બપોરનું ભોજન, સાંજે મહાઆરતી સાથે પ્રસાદ, પગની માલિશ, પ્રાથમિક સારવાર અને જરૂરી દવાઓ આપવામાં આવી રહી છે. ભાવિકો દરરોજ 30થી 33 કિમીનું અંતર લગભગ 8 કલાકમાં કાપે છે. 50 વર્ષથી વધુ જૂના અમદાવાદના પદયાત્રા સંઘોમાં 200થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા છે. ગાંધીનગર-વિસનગર-ખેરાલુ-દાંતા માર્ગ 165 કિમી અને હિંમતનગર-ઈડર-ખેડબ્રહ્મા માર્ગ 180 કિમીનો છે.
એસટી વિભાગે બસના ફેરા વધારી નવી બસો પણ મૂકી છે. 6,000 એસટી બસની 30 હજાર વધારાની ટ્રિપ શરૂ કરાઈ છે. પાણી, પીપરમેન્ટ અને છાશની સેવા માટે 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત કાર્યરત છે. 7 દિવસમાં લાખો માઈભક્તો આરાસુરી મા અંબાના દર્શન કરશે. વહીવટી તંત્રે મંદિરના મુખ્ય દરવાજા સિવાયના માર્ગો પણ ખોલ્યા છે તથા સીસીટીવી અને ડ્રોનથી સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
Related Articles
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો શિફ્ટ કરાશે! નાના એકમો ઠપ થવાનો ભય, લાખો બેરોજગાર બનશે
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો...
Oct 17, 2026
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, 4 જિલ્લામાં દેખાશે અસર
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા...
Oct 15, 2026
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026