વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
September 22, 2026
વલસાડના પારડીના ઉમરસાડી માછીવાડ ગામે મંગળવારે(22 સપ્ટેમ્બર) પારનદીમાં બોટ પલટી હોવાની દુર્ઘટના ઘટી હતી. અગિયારસના શુભ દિવસે મહિલા-બાળક સહિત માછીમારો 4 બોટ મારફતે પૂજા કરવા ગયા હતા. તેવામાં નદીમાં અચાનક બોટ પટલી જતાં અફરાતફરી મચી હતી. આ દુર્ઘટનામાં મહિલા સહિત તમામ બોટ સવારો તરીને નદી કિનારે પહોંચી જતા તેમનો જીવ બચી ગયો હતો. જો કે, બોટમાં સવાર એક બાળક ડૂબી જતાં તરવૈયાઓ અને સ્થાનિક માછીમારોએ નદીમાં લાપત્તા બાળકની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અગિયારસના શુભ દિને પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડમાં રહેતી મહિલા સહિત માછીમારો ચાર બોટ મારફતે નદીમાં પૂજા કરવા ગયા હતા. પૂજા કરી એક બોટ ટર્ન કાપી પરત કિનાર જતી વેળા અચાનક બોટ પાણીમાં ઊંધી વળી ગઈ હતી. બોટ પલટી જતાં અફરાતફરીના માહોલ વચ્ચે બોટમાં સવાર અમુલ પ્રસાદ ગૌતમ, નાનુભાઈ, છગનભાઈ ટંડેલ, રેખાબહેન નાનુભાઈ ટંડેલ, અજય નાનુભાઈ ટંડેલ, ધનુબહેન ભરતભાઈ ટંડેલ અને દોઢ વર્ષીય મોક્ષાર્થ અજય ટંડેલ પાણીમાં ખાબકયા હતા. જો કે, મહિલા સહિતના લોકો તરીને નદી કિનારે પહોંચી ગાય હતા, પરંતુ એક દોઢી વર્ષીય માસૂમ બાળક પાણીમાં ડૂબી ગયો હતો.
ઘટનાને પગલે ગામના સરપંચ, આગેવાનો સહિતના લોકો દોડી પહોંચ્યા હતા અને દુર્ઘટના અંગે જાણ કરતાં પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. ચંદ્રપૂરના તરવૈયા અને સ્થાનિક માછીમારો દ્વારા નદીમાં ગુમ બાળકને શોધવા કવાયત હાથ ધરી છે. બાળક પાણીમાં ગુમ થતાં પરિવારજનો ચિંતામાં મૂકાયા છે.
ઉલ્લેખનીય છે કે, દર અગિયારસના દિવસે માછી સમાજના લોકો દ્વારા કૃષ્ણ ભગવાનની મૂર્તિને નદીમાં આસ્થાપૂર્વક સ્નાન કરાવવા લઈ જવામાં આવે છે.
Related Articles
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો શિફ્ટ કરાશે! નાના એકમો ઠપ થવાનો ભય, લાખો બેરોજગાર બનશે
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો...
Oct 17, 2026
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, 4 જિલ્લામાં દેખાશે અસર
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા...
Oct 15, 2026
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026