ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
September 22, 2026
કચ્છમાં ગ્લોબલ વોર્મિંગ અને હવામાન પરિવર્તનની અસર વચ્ચે ચોમાસાની વિદાય સમયે અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ભુજમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે, જ્યારે અન્ય મથકોએ પારો 36થી 38 ડિગ્રી વચ્ચે રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી હવામાન પ્રણાલીને કારણે હવામાં ભેજનું પ્રમાણ અસામાન્ય રીતે વધ્યું છે અને પવનની ગતિ ઘટી છે. પરિણામે હીટ ઇન્ડેક્સ 42થી 44 ડિગ્રી જેટલો અનુભવાઈ રહ્યો છે અને લોકોને ભારે બફારા વચ્ચે શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે.
ભારત જેવા ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં ચોમાસાની વિદાય સમયે ગરમી વધતી હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસાની વિદાય લંબાતાં સ્થિતિ વધુ ગંભીર બની છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ધીમે ધીમે પાછું ખેંચાઈ રહ્યું હોવાથી વધતો તાપ અને અસહ્ય ભેજ જાહેર આરોગ્ય માટે જોખમરૂપ બન્યા છે. હવામાન પરિવર્તન અંગે આંતરસરકારી પેનલ દ્વારા અગાઉ ચેતવણી આપવામાં આવી છે કે વૈશ્વિક તાપમાન વધવાથી આકરી ગરમીની તીવ્રતા અને સમયગાળો વધી શકે છે અને તે માનવ શરીરની સહનશક્તિની મર્યાદા વટાવી શકે છે.
અસામાન્ય ગરમી, ભારે ભેજ અને મંદ પવનના કારણે સમગ્ર કચ્છમાં ગૂંગળામણભરી સ્થિતિ સર્જાઈ છે. ઊંચા તાપમાન વચ્ચે હવામાં રહેલા પ્રદૂષકો ભળતાં હાનિકારક મિશ્રણ રચાઈ રહ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે, જે શ્વસનતંત્રને અસર કરી શકે છે. અસહ્ય બફારાની સ્થિતિમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડતાં કચ્છ-સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ વધી છે.
નવરાત્રી પૂર્વે જ ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ તથા વાયરલ અને બેક્ટેરિયલ ચેપના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ખાસ કરીને બાળકો અને વડીલોમાં તાવના કેસો વધી રહ્યા છે. તબીબોના મતે આકરી ગરમીને કારણે શરીરમાં પાણીની અછત અને હીટ સ્ટ્રોક જેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ શકે છે. તેથી બિનજરૂરી તડકામાં જવાનું ટાળવું, પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું અને તાવ કે શ્વાસ લેવામાં તકલીફ થાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવાની સલાહ આપવામાં આવી છે.
Related Articles
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો શિફ્ટ કરાશે! નાના એકમો ઠપ થવાનો ભય, લાખો બેરોજગાર બનશે
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો...
Oct 17, 2026
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, 4 જિલ્લામાં દેખાશે અસર
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા...
Oct 15, 2026
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026