દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક મોટી અપડેટ, હવે લાલ રંગની કારની શોધખોળ શરૂ કરાઈ

November 12, 2025

દિલ્હીમાં કાર વિસ્ફોટની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, જેના પગલે દિલ્હી પોલીસે સમગ્ર રાજધાનીમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. પોલીસે એક લાલ રંગની ફોર્ડની EcoSport કારની શોધખોળ શરૂ કરી છે. આ કારનો રજિસ્ટ્રેશન નંબર DL10CK0458 છે અને તે ઉમર નામના વ્યક્તિના નામે નોંધાયેલી છે. તપાસમાં સામે આવ્યું છે કે, બોમ્બ વિસ્ફોટમાં વપરાયેલી સફેદ કલરની I20 કાર ઉપરાંત શંકાસ્પદો સાથે એક લાલ રંગની ઈકોસ્પોર્ટ કાર પણ હતી.

દિલ્હી પોલીસની પાંચ ટીમોએ શંકાસ્પદ લાલ કારની શોધખોળ શરૂ કરી દીધી છે. દિલ્હીના તમામ પોલીસ સ્ટેશનો, પોલીસ પોસ્ટ અને બોર્ડર ચેકપોઈન્ટ્સ પર આ લાલ રંગની કારને શોધવા માટે એલર્ટ અપાયું છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને હરિયાણા પોલીસને પણ લાલ કાર અંગે એલર્ટ મોકલાયું છે. જોકે પોલીસે તપાસ કરી છે કે, સફેદ કાર સાથે આ લાલ કાર ક્યાંય જોવા મળી નથી છતાં સાવચેતીના ભાગરૂપે તેની શોધખોળ કરવામાં આવી રહી છે.