કાવતરા રચવા કરતાં કામ કરીને બતાવો ઃ કેજરીવાલનો મોદી પર પ્રહારો
February 27, 2026
કેજરીવાલે તપાસ એજન્સીઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, 'CBI અને EDએ જે 600 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી, તેને કોર્ટે અપૂરતી ગણાવી છે.' અદાલતે સ્પષ્ટ કર્યું છે કે કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા નથી. જો આ કેસ ચાલ્યો હોત તો 15-20 વર્ષ નીકળી ગયા હોત, પરંતુ કોર્ટે તેને ફર્જી ગણાવીને ફગાવી દીધો છે. કેજરીવાલે સીધો આક્ષેપ કર્યો કે, 'આ આખું ષડયંત્ર અમેરિકન પ્રમુખ સામે ઝૂકનારા નેતાઓએ ઘડ્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું કે, આ બંનેએ મળીને આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું હતું અને હવે તેમણે દેશની માફી માંગવી જોઈએ.'
પોતાની ઈમાનદારી પર ભાર મૂકતાં કેજરીવાલે કહ્યું, 'મેં જીવનમાં માત્ર ઇજ્જત અને ઇમાનદારી કમાઈ છે, એક નવો પૈસો નથી કમાયો. આજે કોર્ટના આદેશથી સાબિત થઈ ગયું છે કે કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહ કટ્ટર ઇમાનદાર છે. જે રીતે AAPના ટોચના પાંચ નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, તેનાથી સ્પષ્ટ થાય છે કે સત્તાની ભૂખ માટે આ બધું કરવામાં આવ્યું હતું. જો મોદીજીમાં હિંમત હોય તો દિલ્હીમાં ફરીથી ચૂંટણી કરાવી જુએ, ભાજપ 10 બેઠકો પણ નહીં જીતી શકે.'
અંતમાં કેજરીવાલે વડાપ્રધાનને સકારાત્મક રાજનીતિ કરવાની સલાહ આપતાં કહ્યું કે, 'જેલમાં મોકલવા કે હત્યાના કાવતરા રચવા કરતાં કામ કરીને બતાવો. જો મેં દિલ્હીમાં 500 સ્કૂલ બનાવી હોય તો તમે દેશમાં 5000 બનાવો, જો મેં મોહલ્લા ક્લિનિક બનાવ્યા હોય તો તમે 20,000 બનાવો. દિલ્હીની જનતા આજે પ્રદૂષણ અને તૂટેલા રસ્તાઓથી પરેશાન છે, કારણ કે કેન્દ્રના ષડયંત્રોએ દિલ્હીનો વિકાસ રોકી દીધો છે.
Related Articles
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ઉત્તરાખંડથી બંગાળ સુધી વરસાદનો કહેર, UPમાં 2 બાળકોનાં મોત
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ઉત્તરાખં...
Sep 03, 2026
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા : CCTV બંધ મળ્યો, બસની સીટ અને સ્ટીયરીંગ પરથી ફિંગરપ્રિન્ટ મળ્યા
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા :...
Sep 02, 2026
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો, દિલ્હીમાં ઈંધણના ભાવ યથાવત્
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વ...
Sep 02, 2026
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આવેલું પવિત્ર તળાવ 90 ટકા સુકાયું, તંત્ર પાસે બચાવવાની ઉગ્ર માંગ
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આ...
Sep 02, 2026
ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત, યુપી-ઝારખંડમાં પૂર અને માર્ગો ઠપ્પ, શાળાઓ બંધ રખાઈ
ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત...
Sep 02, 2026
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓફ બાદ એન્જિન ફેલ
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓ...
Sep 01, 2026
Trending NEWS
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026