ઈરાનના નવા ફરમાને ટેન્શન વધાર્યું, હોર્મુઝમાંથી પસાર થવા જહાજોએ 48 કલાક પહેલા મંજૂરી લેવી પડશે
June 20, 2026
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારને પગલે, વૈશ્વિક સ્તરે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ દરિયાઈ માર્ગ પર ફરીથી ધમધમાટ શરૂ થઈ ગયો છે. જોકે, આ જળમાર્ગ ખુલ્લો કરવાની સાથે જ ઈરાન સરકારે અહીંથી પસાર થતા જહાજો માટે કડક અને નવા નિયમોની જાહેરાત કરી દીધી છે.
હવેથી કોઈપણ જહાજ ઈરાનની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર હોર્મુઝમાંથી આગળ વધી શકશે નહીં. નવા નિયમો અનુસાર, જહાજોએ આ દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવાના ઓછામાં ઓછા 48 કલાક પહેલાં ઓનલાઈન અથવા સત્તાવાર અરજી કરવી ફરજિયાત રહેશે. એટલું જ નહીં, પસાર થતી વખતે સમગ્ર સફર દરમિયાન જહાજના કેપ્ટને સતત ત્યાંના દરિયાઈ અધિકારીઓના સંપર્કમાં રહેવું પડશે.
ઈરાનની નવી બનેલી સંસ્થા 'પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી' (PGSA) દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન મુજબ, દરેક જહાજના ઓપરેટરે પોતાની મુસાફરીની પૂરેપૂરી વિગતો, નક્કી કરેલો રૂટ અને કોન્ટેક્ટ ડિટેલ્સ અગાઉથી જ જમા કરાવવાની રહેશે. આ સાથે, જ્યાં સુધી સત્તાવાર મંજૂરી ન મળે ત્યાં સુધી જહાજના ઓપરેટરે ઈરાની ઓથોરિટી સમક્ષ સતત સંપર્કમાં રહેવું પડશે.
નવા કડક નિયમોની વચ્ચે ઈરાન સરકારે વૈશ્વિક દરિયાઈ વેપારને વેગ આપવા માટે એક મોટી રાહતની જાહેરાત પણ કરી છે. કરારના શરૂઆતના 60 દિવસના સમયગાળા સુધી હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પાસેથી સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ, સેફ્ટી સર્વિસ કે વીમાને લગતો કોઈ પણ ટ્રાન્ઝિટ ચાર્જ વસૂલવામાં નહીં આવે. દરિયાઈ વેપાર ફરીથી સામાન્ય ગતિએ શરૂ થઈ શકે તે માટે આ તમામ સેવાઓનો ખર્ચ ખુદ ઈરાન સરકાર ભોગવશે.
Related Articles
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર, સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદ...
Sep 22, 2026
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટાની આફત થઈ જશે..', ટ્રમ્પને કોણે ચેતવ્યા?
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટા...
Sep 22, 2026
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપિયન દેશોનું સમર્થન, ન્યૂયોર્કમાં V4 બેઠકથી વધ્યું બળ
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપ...
Sep 22, 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર ફાયરિંગ કરી બંદૂકની અણીએ મંત્રીનું અપહરણ, ટાયરો સળગાવી ચક્કાજામ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026