રામમંદિરના જૂના CCTV ફૂટેજ ગાયબ, 45 દિવસનું જ બેકઅપ, દાન ચોરી મામલે SITની મુશ્કેલી વધી
June 20, 2026
અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-જેમ ડિજિટલ સાક્ષીઓ મેળવવામાં મોટી મુશ્કેલીઓ સામે આવી રહી છે. 6 દિવસથી ચાલી રહેલી તપાસમાં ખુલાસો થયો છે કે મંદિર પરિસરમાં સીસીટીવી (CCTV) કેમેરાનું સ્ટોરેજ બેકઅપ માત્ર 45 દિવસ સુધી જ ઉપલબ્ધ છે. આના કારણે ચોરી ક્યારથી શરૂ થઈ અને કેટલા સમય સુધી ચાલી, તેનો ચોક્કસ સમયગાળો નક્કી કરવો તપાસ એજન્સી માટે અત્યંત કઠિન બની ગયો છે.
SIT ની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મંદિરના ડિજિટલ સર્વરમાં 45 દિવસથી જૂની ફૂટેજ આપમેળે જ ડિલીટ થઈ જતી હતી. આ મર્યાદિત બેકઅપ સિસ્ટમની વચ્ચે પણ સૌથી ચિંતાજનક બાબત એ સામે આવી છે કે ઉપલબ્ધ સીસીટીવી ફૂટેજ સાથે કથિત રીતે છેડછાડ કરવામાં આવી હોવાના સંકેતો મળ્યા છે.
મર્યાદિત ડિજિટલ પુરાવા હોવાથી એસઆઇટી હાલમાં શંકાસ્પદ કર્મચારીઓ, ટ્રસ્ટના હોદ્દેદારો અને અગાઉ પકડાયેલા આરોપીઓની પૂછપરછ પર નિર્ભર છે. આ પૂછપરછ દરમિયાન તમામના નિવેદનોમાં ભારે વિરોધાભાસ જોવા મળ્યો છે, જે તપાસનો મુખ્ય આધાર બની રહ્યો છે.
આ મામલે અયોધ્યા પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષો દ્વારા કરવામાં આવી રહેલા રાજકીય પ્રહારો પર આકરો પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રામ મંદિર ટ્રસ્ટની સત્તાવાર વિનંતી બાદ જ સરકારે આ મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે SIT ની રચના કરી છે.
Related Articles
પ્રહલાદ જોશી બન્યા નવા શિક્ષણ મંત્રી, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જાહેરાત
પ્રહલાદ જોશી બન્યા નવા શિક્ષણ મંત્રી, ધર...
Jul 26, 2026
‘હવે દેશભરમાં...’ આંદોલન ખતમ થયા બાદ શું કરશે CJP? આશુતોષ રાંકાએ બતાવ્યો પ્લાન
‘હવે દેશભરમાં...’ આંદોલન ખતમ થયા બાદ શું...
Jul 26, 2026
ધર્મેન્દ્ર પ્રધાનના વખાણ, PM મોદીની પ્રશંસા… જાણો નવા શિક્ષણ મંત્રીએ શું કહ્યું
ધર્મેન્દ્ર પ્રધાનના વખાણ, PM મોદીની પ્રશ...
Jul 26, 2026
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર-મંતર પર ઉજવણી, દીપકેએ કહ્યું- ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિયે
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર-મં...
Jul 25, 2026
ધર્મેન્દ્ર પ્રધાનનું શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું, વિદ્યાર્થી આંદોલન સામે ઝૂકી કેન્દ્ર સરકાર
ધર્મેન્દ્ર પ્રધાનનું શિક્ષણ મંત્રી પદેથી...
Jul 25, 2026
જમ્મુ-કાશ્મીરમાં હવામાન સુધરતાં 6 દિવસ બાદ અમરનાથ-વૈષ્ણોદેવી યાત્રા ફરી શરૂ, શ્રદ્ધાળુઓમાં ખુશી
જમ્મુ-કાશ્મીરમાં હવામાન સુધરતાં 6 દિવસ બ...
Jul 25, 2026
Trending NEWS
26 July, 2026
26 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026