બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
September 23, 2026
દેશના અનેક વિસ્તારોમાં ચોમાસું ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. બંગાળની ખાડી ઉપર સર્જાયેલા ગંભીર દબાણ એટલે કે ડીપ ડિપ્રેશનના કારણે પૂર્વીય, મધ્ય અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાયો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ ગતિશીલ બની જમીન સાથે ટકરાવા જઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અપાઈ છે.
હવામાન વિભાગની ચેતવણીને પગલે ઓડિશામાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. તટીય અને દક્ષિણી વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સંભવિત આપત્તિને પહોંચી વળવા રાજ્ય સરકારે 33 ઓડ્રાફ ટીમો તૈનાત કરી છે, જેમાંથી 24 ટીમો અત્યંત સંવેદનશીલ જિલ્લાઓમાં મોકલાઈ છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા 7 જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ 24 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ અપાયો છે.
કટોકટીના પગલે તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરી ડ્યુટી પર હાજર રહેવા સૂચના અપાઈ છે. દરિયાકાંઠે 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા હોવાથી 24 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયામાં ન જવા અને પુરીના દરિયાકિનારે નાહવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે.
ઉત્તર ભારતમાં પણ હવામાન પલટાના સંકેત છે. પૂર્વીય યુપીમાં ગુરુવારથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થશે અને 25-26 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદનું અનુમાન છે. ઉત્તરાખંડમાં શુક્રવારથી જોર વધીને શનિવારે પર્વતીય વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. બિહારમાં ગુરુવાર અને શુક્રવારે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દિલ્હી-એનસીઆરમાં બુધવારે હવામાન સૂકું રહેશે અને કોઈ મોટું એલર્ટ નથી, મહત્તમ તાપમાન 34થી 36 ડિગ્રી રહેશે. છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, તટીય કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
Related Articles
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
ગાઝિયાબાદમાં સાયબર ઠગાઈમાં ફસાવાના ડરે મિત્રની ટ્રેનમાંથી ધક્કો મારી હત્યા, પોલીસની પૂછપરછમાં ખુલાસો
ગાઝિયાબાદમાં સાયબર ઠગાઈમાં ફસાવાના ડરે મ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026