Breaking News :
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની તપાસનો ધમધમાટ: દિલ્હી-હરિયાણા સહિત 5 રાજ્યોમાં દરોડા, SMCની 16 ટીમો મેદાને પટનામાં વિદ્યાર્થી આંદોલન 12મા દિવસે : ગાંધી મેદાનથી CM આવાસ સુધી માર્ચ, 14 સંગઠનો અને RJDનું સમર્થન બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મેચ ફિક્સિંગથી બચાવવા પસંદગીકારોને નવી જવાબદારી સોંપી શોપિયાંમાં નાકા ચેકિંગ દરમિયાન 2 હેન્ડ ગ્રેનેડ, હિઝબુલના 5 પોસ્ટરો મળ્યા, 3 શંકાસ્પદોની ધરપકડ નવી દિલ્હીમાં જાપાની રોકાણકારો સાથે બેઠક, ગોયલે ભારતની 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની યોજનાની જાણકારી આપી રાજસ્થાનમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી જંક ફૂડ પર પ્રતિબંધ, અધિકારીઓને માસિક નિરીક્ષણની જવાબદારી

લંડનમાં બે પેસેન્જર ટ્રેન વચ્ચે સામ-સામે ભયાનક ટક્કર, એકનું મોત, 80થી વધુ ઈજાગ્રસ્ત

June 20, 2026

બ્રિટનની રાજધાની લંડનથી આશરે 90 કિલોમીટર દૂર આવેલા બેડફોર્ડ વિસ્તારમાં શુક્રવારે સાંજે એક અત્યંત દર્દનાક ટ્રેન અકસ્માત સર્જાયો છે. સામસામે આવતી બે પેસેન્જર  ટ્રેનો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક ટ્રેન પાઈલટનું મોત નીપજ્યું છે, જ્યારે 89 જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાદ બ્રિટિશ વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે 'મેજર ઇન્સિડન્ટ' જાહેર કરીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. રેલ ટ્રેકિંગ વેબસાઇટ્સના જણાવ્યા અનુસાર, આ અકસ્માત શુક્રવારે સાંજે આશરે 5:15 વાગ્યે બેડફોર્ડ શહેરની બહાર સર્જાયો હતો. 

અકસ્માતનો ભોગ બનેલી બંને ટ્રેનો દક્ષિણ તરફ લંડનના સેન્ટ પેનક્રાસ સ્ટેશન જઈ રહી હતી. ઇસ્ટ મિડલેન્ડ્સ રેલવેના સત્તાવાર નિવેદન અનુસાર, કોર્બીથી સેન્ટ પેનક્રાસ જતી સાંજે 4:40 વાગ્યાની ટ્રેન અને નોટિંગહામથી નીકળેલી બપોરે 3:50 વાગ્યાની ટ્રેન વચ્ચે આ ભયાનક ટક્કર થઈ હતી. આ ઘટનાના પગલે શુક્રવારની તમામ ટ્રેનો રદ કરવામાં આવી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ બેડફોર્ડશાયર પોલીસ, સ્થાનિક ફાયર બ્રિગેડ અને ઇસ્ટ ઓફ ઇંગ્લેન્ડ એમ્બ્યુલન્સ સર્વિસની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બચાવ કામગીરી માટે એર એમ્બ્યુલન્સ (હેલિકોપ્ટર) અને ખાસ હેઝાર્ડસ ઇન્સિડન્ટ ટીમ તૈનાત કરવામાં આવી છે.