દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં CBIના અધિકારી સામે જ તપાસના આદેશ
February 27, 2026
પેટા ઃ કેજરીવાલ સામેના કેસમાં કોર્ટે કહ્યું કે કોઈ પુરાવા વિના આરોપી બનાવાયા
દિલ્હી : દિલ્હી દારૂ કૌભાંડની તપાસ કરનાર CBI અધિકારીઓ જ તપાસના ઘેરામાં આવી ગયા છે. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડની તપાસ કરનારા અધિકારીઓ પર ખાતાકીય તપાસ બેસાડવાની ભલામણ કરી છે. કોર્ટના કડક વલણ બાદ CBI અધિકારીઓ પર મુસીબત વધી શકે છે.
બાર એન્ડ બેન્ચના પ્રમાણે, રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ (PC એક્ટ) જિતેન્દ્રસિંહે સમગ્ર કેસમાં જાહેર સેવક પૂર્વ એક્સાઈઝ ડેપ્યુટી કમિશનર કુલદીપ સિંહને આરોપી નંબર 1 બતાવતા CBIના નિર્ણયની ઝાટકણી કાઢી છે. કોર્ટે CBIના એ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ ભલામણ કરી જેમને આ પ્રકારની તપાસને દિશા આપી. કોર્ટે ટાંક્યું કે કોઈ પણ પુરાવા વગર CBIના અધિકારીઓએ તેમને આરોપી નંબર 1 બનાવી દીધા છે. એક વિસ્તૃત ઓર્ડરમાં જજે કહ્યું કે તપાસ અધિકારીની તપાસ પહેલાથી વિચારેલી હતી, અને જાહેર સેવક સામેના આરોપો આડેધડ તપાસનો વિષય નહોતા, પરંતુ પહેલાથી બનાવેલી કહાનીમાં ફિટ કરવા માટે બનાવવામાં આવ્યા હતા.
કોર્ટે તપાસ અધિકારી એ નિર્ણય પર ઉંડી ચિંતા વ્યક્ત કરી કે જેમાં ચાર્જશીટમાં લોકોને શંકાસ્પદ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા, જ્યારે તેમનો ઉલ્લેખ ફરિયાદ પક્ષના સાક્ષી તરીકે પણ કરવામાં આવ્યો હતો. કોર્ટે તત્કાલીન આબકારી કમિશનર અર્વા ગોપી કૃષ્ણા અને તે સમયના ડેપ્યુટી કમિશનર આનંદ કુમાર તિવારીનો ઉલ્લેખ કર્યો, જેમને શંકાસ્પદ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા. અને કૃષ્ણાને ફરિયાદી પક્ષના સાક્ષી 74 તરીકે બતાવવામાં આવ્યા હતા.
Related Articles
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ઉત્તરાખંડથી બંગાળ સુધી વરસાદનો કહેર, UPમાં 2 બાળકોનાં મોત
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ઉત્તરાખં...
Sep 03, 2026
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા : CCTV બંધ મળ્યો, બસની સીટ અને સ્ટીયરીંગ પરથી ફિંગરપ્રિન્ટ મળ્યા
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા :...
Sep 02, 2026
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો, દિલ્હીમાં ઈંધણના ભાવ યથાવત્
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વ...
Sep 02, 2026
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આવેલું પવિત્ર તળાવ 90 ટકા સુકાયું, તંત્ર પાસે બચાવવાની ઉગ્ર માંગ
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આ...
Sep 02, 2026
ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત, યુપી-ઝારખંડમાં પૂર અને માર્ગો ઠપ્પ, શાળાઓ બંધ રખાઈ
ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત...
Sep 02, 2026
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓફ બાદ એન્જિન ફેલ
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓ...
Sep 01, 2026
Trending NEWS
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026