UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં
February 25, 2026
બ્રિટન (UK) જવાની તૈયારી કરી રહેલા ભારતીયો માટે આજે ખુશીનો દિવસ છે. કારણ કે યુકે સરકારે તેની વિઝા સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દીધી છે. અત્યાર સુધી પાસપોર્ટ પર વિઝા સ્ટીકર લગાવવાની જે સિસ્ટમ હતી, તેનો હવે અંત આવ્યો છે અને તેની જગ્યાએ હવે 'ઈ-વિઝા' (eVisa) આપવામાં આવશે. આ નવા ફેરફારને કારણે હવે ભારતીય પ્રવાસીઓએ વિઝા પ્રોસેસિંગ વખતે પાસપોર્ટ જમા કરાવવાની જરૂર રહેશે નહીં.
કોલકાતા સ્થિત બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનના જણાવ્યા અનુસાર, ઈ-વિઝા એ વ્યક્તિના ઈમિગ્રેશન સ્ટેટસનો ડિજિટલ રેકોર્ડ છે, જે પ્રવાસીના પાસપોર્ટ સાથે ડિજિટલ રીતે લિંક રહેશે. આ સિસ્ટમ દ્વારા પ્રવાસીઓ ટુરિસ્ટ, સ્ટુડન્ટ કે વર્ક વિઝા જેવી વિગતો ઓનલાઇન 'UKVI' (UK Visas and Immigration) જોઈ શકશે. જે લોકો પાસે અત્યારે વેલિડ સ્ટીકર વિઝા છે, તેમણે નવેસરથી અરજી કરવાની જરૂર નથી, પરંતુ તેમણે પણ પોતાનું ઓનલાઇન એકાઉન્ટ બનાવી તેને પાસપોર્ટ સાથે લિંક કરવું પડશે.
ભારતીય અરજદારો માટે આજથી યુકે ઈ-વિઝા સેવા શરૂ કરી દેવામાં આવી છે, જે પરંપરાગત વિઝા સ્ટીકરનું સ્થાન લેશે. હવે બાયોમેટ્રિક્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજદારોને તે જ દિવસે પાસપોર્ટ પરત મળી જશે, જેનાથી વિઝાના નિર્ણયની રાહ જોતી વખતે તેઓ અન્ય દેશોના વિઝા માટે અરજી કરી શકશે અથવા મુસાફરી કરી શકશે.
Related Articles
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા-...
Oct 04, 2026
ફ્રાન્સમાં વિદ્યાર્થીઓ વિફર્યા, વાહનો સળગાવ્યા, પોલીસ સાથે અથડામણ
ફ્રાન્સમાં વિદ્યાર્થીઓ વિફર્યા, વાહનો સળ...
Oct 04, 2026
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈમરજન્સી રિઝર્વમાંથી 10 કરોડ બેરલ ઓઈલ-ડીઝલ આપવા તૈયાર
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈ...
Oct 03, 2026
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર...
Oct 03, 2026
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ પર હુમલાનો સાઉદીનો પ્લાન લીક, પાકિસ્તાને મોકલ્યા 40 હજાર સૈનિકો!
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ...
Oct 03, 2026
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યાહૂનો એક્શન ઓર્ડર
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યા...
Oct 02, 2026
Trending NEWS
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
02 October, 2026