આજે રાત્રે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે, મહેસાણા-અમદાવાદના કાર્યક્રમમાં આપશે હાજરી

November 12, 2025

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આજે રાત્રે અમદાવાદ આવશે અને ગુરુવારે 13 નવેમ્બરે અમદાવાદમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 14 નવેમ્બરે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં આવી રહ્યા છે.

ગૃહ મંત્રી અમિત શાહ આજે રાત્રે અમદાવાદ આવશે. મહેસાણામાં દૂધ સાગર ડેરીના યોજાયેલા ખાસ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. મહેસાણામાં તેઓ શ્રી મોતીભાઇ ચૌધરી સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કરશે તથા બોરીયાવીમાં ઓર્ગેનિક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ પણ કરશે.

અમદાવાદમાં ઇન્ટરનેશનલ બુક ફેરને પણ ખુલ્લુ મુકશે.ઇન્ટરનેશનલ બુક ફેર 13થી 23 નવેમ્બર દરમિયાન અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરમાં યોજાવાનો છે અને તેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહેશે. અમદાવાદ અને મહેસાણામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ તેઓ દિલ્હી પરત ફરશે.