સોનામાં આગઝરતી તેજી, અમદાવાદમાં સોનાનો ભાવ રેકોર્ડ રૂ. 1,00,000 નજીક, ચાંદીમાં પણ ચમક

April 21, 2025

 વૈશ્વિક સ્તરે આર્થિક મંદીના સંકટ વચ્ચે સોના-ચાંદીમાં તેજીનો જુવાળ ફાટી નીકળ્યો છે. વૈશ્વિક સ્તરેથી માંડી સ્થાનિક બજારોમાં સોનું રોજ નવી સર્વોચ્ચ ટોચ નોંધાવી રહ્યું છે. અમદાવાદમાં સોનાનો ભાવ રૂ. 100000થી માત્ર રૂ. 500 છેટો છે. અર્થાત અમદાવાદમાં આજે સોનું વધુ રૂ. 1000 ઉછળી રૂ. 99500 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. જો કે, ચાંદી રૂ. 97000 પ્રતિ કિગ્રાના લેવલે સ્થિર રહી હતી.

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉરની વણસી રહેલી સ્થિતિના કારણે વૈશ્વિક સ્તરે આર્થિક ગ્રોથ મુદ્દે ચિંતા અને ડોલર નબળો પડતાં સેફહેવન ધાતુમાં ખરીદી વધી છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અમદાવાદમાં સોનાનો ભાવ આજના રેકોર્ડ લેવલ સામે 26.43 ટકા વધ્યો છે. જે 31 ડિસેમ્બરે રૂ. 78700 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો હતો. જે આજે રૂ. 99500 થયો છે. ચાંદીમાં પણ 12.14 ટકા રિટર્ન છૂટી રહ્યું છે. 