Breaking News :
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર! પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો

'ઇમ્પીચ કરો તેને દૂર કરો' અમેરિકાભરમાં ડૉનાલ્ડ ટ્રમ્પ સામે હજ્જારો લોકોના દેખાવો

April 21, 2025

વૉશિંગ્ટન: પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની વસાહતિઓ વિરૂદ્ધની નીતિ ઉપરાંત સરકારી તંત્રમાં કરાયેલી સામુહિક છટણી અને યુક્રેન યુદ્ધ તથા ગાઝા યુદ્ધ અંગેની નીતિના વિરોધમાં ન્યૂયોર્કથી સાનફ્રાંસિસ્કો સુધી પ્રચંડ દેખાવો. આ અંગે ધી ગાર્ડીયનનો અહેવાલ જણાવે છે કે પોતાને ૫૦૫૦૧ તરીકે દર્શાવતા સમુહે ટ્રમ્પની સામે જબરજસ્ત વિરોધ ઉઠાવ્યો છે. ૫૦-૫૦-૧ એટલે પચાસ રાજ્યોમાં થતાં પચાસે પચાસ વિરોધ પ્રદર્શનો એક બની આ આંદોલનોનું નેતૃત્વ લઇ રહ્ય છે. ૨૦ જાન્યુ.એ ટ્રમ્પે ઓવલ ઓફીસમાં પદ સંભાળ્યું ત્યારથી તેઓએ અમેરિકા ફર્સ્ટ નીતિના ભાગરૂપે વિદેશોમાંથી આવીને વસેલા લાખ્ખો વસાહતિઓને દેશ બહાર કાઢવાની શરૂઆત કરી હતી. આ વસાહતીઓ લાખ્ખો અમેરિકનોના પાડોશીઓ આ મિત્રો પણ હતા, તેમને દૂર કરવા સામે લાખ્ખો અમેરિકનો એ રીતસર બગાવત જ ઉઠાવી છે. બીજી તરફ ફેડરલ ગર્વનમેન્ટના હજ્જારો કર્મચારીઓની છટણી થતાં તેઓ ધૂંધવાયા છે. તો ગાઝામાં મોતનું તાંડવ ખેલી રહેલાં ઇઝરાયેલને સ્ટીમરો ભરી અપાતાં શસ્ત્રો અને યુક્રેન યુદ્ધમાં રશિયાને (પુતિનને) ટ્રમ્પે આપેલાં પીઠબળનો આ નાગરિકો વિરોધ કરી રહ્યા છે.
શનિવારે સાંજે વ્હાઇટ હાઉસની સામે જ યોજાયેલા આ દેખાવોમાં દેખાવકારો નારા લગાવતા હતા જેમાં બોલતા હતા. સત્તા તો કામદારોના હાથમાં જ રહેવી જોઇએ. રાજાશાહી નહીં આવે. ઇઝરાયલને શસ્ત્રો આપવાનું બંધ કરો. દેખાવકારો તેમની સાથે તે લખાણવાળાં પ્લેકાર્ડઝ પણ તેમણે રાખ્યાં હતાં. આવાં પ્લેકાર્ડઝ સાથે મેનહટન (ન્યૂયોર્ક)થી સાનફ્રાંસિસ્કો સુધીનાં દેશનાં પચાસ જેટલાં મોટાં શહેરોમાં દેખાવકારોએ માર્ગો ઉપર રેલીઓ કાઢી હતી. આ પૂર્વે પણ ત્રણ રેલીઓ યોજાઈ હતી. તેમાં પણ આ પ્રકારના જ દેખાવો યોજાયા હતા. પરંતુ આ વખતની રેલીઓ તો સૌથી જબરજસ્ત હતી. આ દેખાવકારોનો સૌથી વધુ વિરોધ તો વસાહતીઓને રીતસર દેશનિકાલ કરવાના અને તે પણ અત્યંત કઠોરતાપૂર્વક તેમને દેશનિકાલ કરાતાં સમગ્ર દેશમાં જબરજસ્ત વિરોધ થઇ રહ્યો છે.