ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ કરાશે

July 16, 2025

કેન્દ્ર સરકાર આગામી ચોમાસુ સત્રમાં કુલ 8 નવા બિલ રજૂ કરવા અને પસાર કરવાની તૈયારી કરી રહી છે. આ સત્ર 21 જુલાઈથી શરૂ થશે અને હવે 19 ઓગસ્ટ સુધી ચાલશે. અગાઇ ચોમાસું સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલવાનું હતું, જેને બાદમાં એક અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું છે. લોકસભા સચિવાલયે જે મુખ્ય બિલો વિશે માહિતી આપી છે તેમાં કર, શિક્ષણ, રમતગમત અને ખનીજ નીતિ જેવા ક્ષેત્રોને લગતા બિલનો સમાવેશ થાય છે.

મોનસૂન સત્રમાં કેન્દ્ર સરકાર લોકસભામાં આ બિલો રજૂ કરે અને પસાર કરે તેવી અપેક્ષા છે
- મણિપુર GST (સુધારા) બિલ, 2025
- જાહેર ટ્રસ્ટ (જોગવાઈઓમાં સુધારો) બિલ, 2025
- ભારતીય વ્યવસ્થાપન સંસ્થા (સુધારા) બિલ, 2025
- કરવેરા કાયદા (સુધારા) બિલ, 2025
- ભૌગોલિક વારસા સ્થળો અને ભૂ-અવશેષો (સંરક્ષણ અને જાળવણી) બિલ, 2025
- ખાણ (વિકાસ અને નિયમન) સુધારા બિલ, 2025
- રાષ્ટ્રીય રમતગમત વહીવટ બિલ, 2025
- રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી (સુધારા) બિલ, 2025

આ બિલ લોકસભામાં પસાર થવાની અપેક્ષા છે
- ગોવા રાજ્યના વિધાનસભા મતવિસ્તારોમાં અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિત્વનું પુનર્ગઠન બિલ, 2024
- વેપારી શિપિંગ બિલ, 2024
- ભારતીય બંદરો બિલ, 2025
- આવક વેરા બિલ, 2025
કેન્દ્રીય સંસદીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ, 2025ના રોજ શરૂ થશે અને 12 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. જોકે, અગાઉ 12 ઓગસ્ટે સત્ર પૂરું થવાનું હતું, પરંતુ હવે તેને એક અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું છે. ત્રણ મહિનાથી વધુના વિરામ બાદ રાજ્યસભા અને લોકસભા બંનેની બેઠક 21 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે મળશે. આ પહેલાં, 2025નું પહેલું સંસદ સત્ર, એટલે કે બજેટ સત્ર 31 જાન્યુઆરીએ શરૂ થયું હતું અને 4 એપ્રિલે સમાપ્ત થયું હતું, જ્યારે બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યા હતા. ધારાસભ્યોને સંસદના આગામી ચોમાસુ સત્રના કાર્યક્રમ અને કામકાજના દિવસો વિશે ખાસ કરીને મેમ્બર્સ પોર્ટલ દ્વારા સમન્સ મોકલીને જાણ કરવામાં આવી હતી.